Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

૧ ઓક્‍ટોબરથી લઇ આવો માત્ર ૬૦ રૂપિયામાં જ ગોદરેજનું ફ્રિજ અથવા વોશિંગ મશીન

ગોદરેજ એપ્‍લાયન્‍સેજએ કંપનીની ૬૦મી વર્ષગાંઠ પર ગ્રાહકો માટે આકર્ષક યોજનાઓ કરી શરૂ

નવી દિલ્‍હી તા. ૨૯ : ગોદરેજ એપ્‍લાયંસેજએ કંપનીની ૬૦મી વર્ષગાંઠ પર ગ્રાહકો માટે આકર્ષક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ અંતર્ગત માત્ર ૬૦ રૂપિયા આપીને કોઇ પણ પ્રિમિયમ એપ્‍લાયન્‍સ ગ્રાહક ફ્રિજ તેની પ્રોડક્‍ટ ઘરે લઇ જઇ શકે છે. જયારે બાકીની રકમ તેને વગર વ્‍યાજે ઇએમઆઇ પર ચૂકવવાની રહેશે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ ‘સોચ કે બનાયા હૈ'ની થીમ પર આ યોજના શરૂ કરી છે. કંપનીએ ફેસ્‍ટિવલ સીઝનમાં ૩૦ ટકા ગ્રોથ કરવાની આશા વ્‍યક્‍ત કરી છે. આ ઓફર ૧ ઓક્‍ટોબરથી ૧૫ નવેમ્‍બર ૨૦૧૮ સુધી રહેશે

નવી ઓફર મુજબ કંપનીએ રેફ્રિજરેટરના ૩૨ મોડલનો સમાવેશ કરવામાં આવ્‍યો છે, જયારો વૌશિંગ મશીનમાં ૧૦ નવા મોડેલ લોન્‍ચ કરવામાં આવ્‍યા છે, સાથે જ માઇક્રોવેવનો સમાવેશ થાય છે. ગ્રાહક આ વસ્‍તુઓ માત્ર ૬૦ રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકે છે. ગ્રાહકે માત્ર ૬૦ રૂપિયાનું જ ડાઉન પેમેન્‍ટ કરવાનું રહેશે. કંપનીએ આ ઓફર અંતર્ગત મોટી સંખ્‍યામાં ફાઇનાન્‍સની સ્‍કીમો પણ શરૂ કરી છે, જેમાં ફ્રિજ વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન માત્ર ૯૯૯ રૂપિયામાં ઘરે લઇ જઇ શકાય છે. જયારે ફ્રિઝર માટે ૨૪૯૯ રૂપિયા ડાઉન પેમેન્‍ટ ભરવાનું રહેશે.

કંપનીએ દરેક માઇક્રોવેવ ઓવનની ખરીદી પર ૯૯૯ રૂપિયાના ટ્રિયો બાઉલ મફતમાં આપવાની જાહેરાત કરી છે. ગોદરેજના ઉત્‍પાદકોની ખરીદી પર અન્‍ય ઓફર તરીકે ગ્રાહકને સલૂન વાઉચર, મીલ વાઉચર તથા, હોલિડે પેકેજ પણ મળશે, કંપનીએ નામચીન કંપનીઓની બ્રાંડ એમેઝોન, પૈંટાલૂન, લાઇફસ્‍ટાઇલ, તનિષ્‍ક જેવી અન્‍ય કંપની સાથે આ યોજના અંતર્ગત કરાર પણ કરી લીધા છે.

(11:02 am IST)