Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

ખતરામાં પાંચ કરોડ FB એકાઉન્‍ટની સુરક્ષા : કંપનીએ બંધ કર્યું આ ફીચર

નવી દિલ્‍હી તા. ૨૯ : સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે શુક્રવારે એક સુરક્ષા સંબંધીત પરેશાનીનો ખુલાસો કર્યો છે. કંપનીનું કહેવું છે કે હેકર્સે પાંચ કરોડ ફેસબુક એકાઉન્‍ટ હેક કર્યા છે. જે પછી કંપનીએ આ સોશિયલ નેટવર્કિંગ પ્‍લેટફોર્મથી એક મોટા ફીચરને દૂર કર્યું છે.

કંપનીએ બ્‍લોગ પોસ્‍ટમાં જણાવ્‍યું કે, ‘અમારી એન્‍જિનિયરિંગ ટીમે ફેસબુકના ‘View As’ ફીચરમાં એક ખામી પકડી છે.' નોંધનીય છે કે આ ફીચર હેઠળ તમે એ જોઈ શકો છો કે અન્‍ય યુઝર્સને તમારી પ્રોફાઈલ કેવી દેખાશે.

કંપનીએ જણાવ્‍યું કે એટેકર્સે ‘View As’ ફીચર દ્વારા ફેસબુક એક્‍સેસ ટોકન ચોરી લીધું. તેના દ્વારા બીજાના એકાઉન્‍ટથી હેક કરીને ઉપયોગ કરવામાં સફળ થયાં. જેનો ભોગ પાંચ કરોડ ફેસબુક યુઝર્સ પણ પ્રભાવિત થયાં છે.

સુરક્ષાને ધ્‍યાનમાં લઈને ફેસબુકે આ ફીચર દૂર કર્યું છે. કંપનીએ એક બ્‍લોગ પોસ્‍ટમાં જણાવ્‍યું કે, અમે તેની તપાસ શરુ કરી છે. જોકે, એ જાણવું મુશ્‍કેલ છે કે ખાતાનો દુરુપયોગ કરીને જાણકારી ચોરી છે કે નહિ. '

(11:04 am IST)