Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બેંકમાં આધાર જરૂરી નથી ! હવે આપવા પડશે આ ૫ ડોક્‍યુમેન્‍ટ

સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ગ્રાહકો માટે બેંક અકાઉન્‍ટથી આધાર લિંક કરવું જરૂરી બનાવી દેવામાં આવ્‍યું છે : હવે જ્‍યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ સ્‍વૈચ્‍છિક થઇ ગયું છે

નવી દિલ્‍હી તા. ૨૯ : સુપ્રીમ કોર્ટે આધાર પર નિર્ણય આવ્‍યા બાદ હવે બેંક ગ્રાહકને KYC (Know Your Coustmer)નાં અન્‍ય બેંકમાં આધાર જરૂરી નથી! હવે આપવા પડશે આ ૫  ડોક્‍યુમેન્‍ટ માંગી શકે છે. એવામાં ગ્રાહકોમાં બેંકમાં ૫ દસ્‍તાવેજ વેલિડ હશે. બેંકર્સનું કહેવું છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયા (RBI) તરફથી નોટિફાઇડ અન્‍ય દસ્‍તાવેજ ગ્રાહકોને બેંકમાં જમા કરાવવા પડશે.

RBI તરફથી નોટિફાઇડ ડોક્‍યૂમેન્‍ટ- પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસેન્‍સ, વોટર આઇડી, પેન કાર્ડ અને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી સ્‍કીમ (નરેગા)નું જોબ કાર્ડ

RBIનું સર્કુલર- ભારતીય રિઝર્વ બેંકે આ દસ્‍તાવજને જુલાઇ ૨૦૧૭માં નોટિફાઇડ કર્યુ હતું. બેંક ખાતુ ખોલવા માટે જરૂરી દસ્‍તાવેજનાં રૂપમાં આ કાગળ વાસ્‍તવમાં બ્‍લેક મની પર રોક લગાવવા માટે ખાસ બનાવવામાં આવ્‍યા હતાં.

જુલાઇ ૨૦૧૭નું નોટિફિકેશન પહેલાં જ માન્‍ય દસ્‍તાવેજ હવે માન્‍ય રહેશે. બેંક કે ફાઇનેન્‍સ કંપનીની માંગ પ્રમાણે, ‘કોઇ અન્‍ય દસ્‍તાવેજ' મામલે બેંક તેનાં હિસાબથી રાશન કાર્ડ, વીજળી બિલ કે નિયોક્‍તાનાં પત્રથી ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરે છે.

જુલાઇ ૨૦૧૭ બાદ આધાર કાયદાકીય રીતે ભલે બેંક અકાઉન્‍ટ માટે જરૂરી નથી. પણ બેંક KYC દસ્‍તાવેજ માટે અન્‍ય દસ્‍તાવેજની સરખામણીએ આધારને પ્રાથમિકતા આપવામાં આવશે.

RBIના નવાં નિર્દેશોનો ઇન્‍તેઝાર- બેંકર્સનું કહેવું છે કે, આધાર પર સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદથી રાહ જોવાઇ રહી છે કે રિઝર્વ બેંક હવે કયો નવો નિર્દેશ જારી કરે છે. બેંક હવે તે ગ્રાહકોની સ્‍થિતિ અંગે સમજવા ઇચ્‍છએ છે. આધાર બેંક ખાતા સાથએ લિંક્‍ડ છે.

બેંક ખાતાથી અલગ કરી શકાય છે આધાર- સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પહેલાં ગ્રાહકો માટે બેંક અકાઉન્‍ટથી આધાર લિંક કરવું જરૂરી બનાવી દેવામાં આવ્‍યું હતું. હવે જયારે સુપ્રીમ કોર્ટે આ આદેશ બાદ આધારને લિંક કરવું સ્‍વૈચ્‍છિક ગણાવ્‍યું છે. ત્‍યારે ગ્રાહક બેંક સાથે તેનું આધાર ડીલિંક પણ કરાવી શકે છે.

(10:59 am IST)