Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

બિહારમાં મોદીની લોકપ્રિયતા યથાવત : ૫૮ ટકા લોકો કરે છે પસંદ : રાહુલ ઘણા પાછળ

બિહારના ૪૮ ટકા લોકો મોદીના કામકાજથી ખુશ

પટણા તા. ૨૯ : બિહારમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો જાદૂ હજી પણ બરકરાર છે. અહીંના મતદાતાઓમાં વડાપ્રધાન પદ માટે નરેન્‍દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા તરીકે યથાવત છે. તેમની સરખામણીએ કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા એકદમ ઓછી છે.

ઈન્‍ડિયા ટુડે ગ્રુપ અને એક્‍સિસ માઈ ઈન્‍ડિયાના તાજેતરમાં જ હાથ ધરવમાં આવેલા પોલિટિકલ સ્‍ટોક એક્‍ચેન્‍જ (પીએસઈ)નામના સર્વેમાં આ વાત સામે આવી છે. બિહારમાં વડાપ્રધાન પદ માટે ૫૮ લોકોની પહેલી પસંદ નરેન્‍દ્ર મોદી છે, જયારે રાહુલ ગાંધીની લોકપ્રિયતા માત્ર ૩૨ ટકા છે. અહીં વડાપ્રધાન પદની રેસમાં રાહુલ ગાંધી નરેન્‍દ્ર મોદી કરતા ખુબ જ પાછળ છે.

આ ઉપરાંત બિહારના ૪૮ ટકા લોકો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કામકાજથી સંતુષ્ઠ છે, જયારે ૨૦ લોકો તેમના કામકાજને ઠીકઠાક માની રહ્યાં છે. સાથે જ ૨૮ ટકા લોકો વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના કામ કરવાના અંદાજી સંતુષ્ઠ નથી. તેવી જ રીતે રજયના ૮૯ લોકોનું માનવું છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં રાહત આપવામાં આવે. જયારે ૨૪ ટકા લોકોનું માવનું છે કે, તેઓ રાફેલ મામલે જાણે છ, જયારે ૭૬ ટકા લોકોએ આ વાતનો ઈનકાર કરી દીધો છે.

વડાપ્રધાન પદની રેસને લઈને અત્‍યાર સુધીમાં છત્તિસગઢ, રાજસ્‍થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં સર્વે હાથ ધરવામાં આવી ચુક્‍યો છે. આંધ પ્રદેશને બાદ કરતા બાકીના તમામ ૭ રાજયોમાં પીએમ પદ માટે નરેન્‍દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતાના રૂપમાં આમે આવ્‍યા છે.

વડાપ્રધાનની લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો છત્તિસગઢના ૫૯ ટકા, રાજસ્‍થાનના ૫૭ ટકા, તેલંગાણાના ૪૪ ટકા, કર્ણાટકના ૫૫ ટકા, ઉત્તર પ્રદેશના ૪૮ ટકા, ઉત્તરાખંડના ૫૭ ટકા, બિહારના ૫૮ અને આંધ પ્રદેશના ૩૮ ટકા લોકો નરેન્‍દ્ર મોદીને વધુ એકવાર વડાપ્રધાન પદે જોવા માંગે છે. જયારે છત્તિસગઢના ૩૪ ટકા, રાજસ્‍થાનના ૩૫ ટકા, તેલંગાણાના ૩૯ ટકા, કર્ણાટકના ૪૨ ટકા, ઉત્તર પ્રદેશના ૨૨ ટકા, ઉત્તરાખંડના ૩૨ ટકા, બિહારના ૩૨ અને આંધ પ્રદેશના ૪૪ ટકા લોકો રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે જોવા માંગે છે.

આ સર્વે ૨૨ થી ૨૬ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે બિહારના ૪૦ સંસદીય ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવ્‍યો હતો. સર્વેમાં ૧૫,૩૭૫ લોકોને શામેલ કરવામાં આવ્‍યાં હતાં. તેમાં વડાપ્રધાન પદ માટે પહેલી પસંદ, મોદી સરકારના કામકાજ અને ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર પ્રશ્નો પુછવામાં આવ્‍યા હતાં. ચૂંટણી મુદ્દાની વાત કરવામાં આવે તો, બિહારના ૫૩ ટકા લોકો સ્‍વચ્‍છતા, ૫૨ લોકો રોજગાર, ૫૦ ટકા લોકો પીવાના પાણી, ૩૮ ટકા ખેતી અને ૩૨ ટકા લોકો મોંઘવારીને સૌથી મહત્‍વપૂર્ણ ચૂંટણી મુદ્દાઓ ગણે છે.

 

(10:57 am IST)