Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

આને કહેવાય અચ્‍છે દિન ?

ચાલુ વર્ષે પેટ્રોલમાં રૂા. ૧૩.૪૩ તો ડિઝલમાં રૂા. ૧૪.૯૩ વધ્‍યાઃ આજે ફરી બન્ને મોંઘા થયા

પાંચ રાજ્‍યોની ચૂંટણી પહેલા ભાવ વધારો અટકી જશે એ નક્કી

નવી દિલ્‍હી, તા. ૨૯ :. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. આજે ફરી વખત પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્‍યા છે. દિલ્‍હીમાં પેટ્રોલના ભાવમાં ૧૮ પૈસા તો ડિઝલના ભાવમાં ૨૧ પૈસા વધ્‍યા છે. દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૮૩.૪૦ થયો છે તો ડિઝલનો ભાવ ૭૪.૬૩ થયો છે.

તો મુંબઈમાં પેટ્રોલમાં પણ ૧૮ પૈસા અને ડિઝલમાં ૨૧ પૈસા વધ્‍યા છે. મુંબઈમાં પેટ્રોલ ૯૦.૭૫નું અને ડિઝલ ૭૯.૨૩નું થયું છે.

ગઈકાલે પણ પેટ્રોલમાં ૨૨ પૈસા તથા ડિઝલમાં ૧૮ પૈસા વધ્‍યા હતા.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારાનો સિલસિલો ૧ લી જાન્‍યુ.થી શરૂ થયો છે. અત્‍યાર સુધીમાં ૧ લી જાન્‍યુ.થી પેટ્રોલમાં દિલ્‍હીમાં રૂા. ૧૩.૪૩ અને ડીઝલમાં રૂા. ૧૪.૯૩ વધ્‍યા છે. દિલ્‍હીમાં ૧ લી જાન્‍યુ.એ પેટ્રોલનો ભાવ ૬૯.૯૭ હતો તો ડિઝલનો ભાવ ૫૯.૭૦ રૂા. હતો. બે-ચાર દિવસને બાદ કરતા રોજેરોજ ભાવ વધી રહ્યો છે. એવું મનાય છે કે ૫ રાજયોની ચૂંટણી પહેલા આ ભાવ વધારો અટકી જશે.

(10:57 am IST)