Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

લગ્નના આઠ મહિના પછી ખબર પડી પતિને એચઆઇવી પોઝિટિવ ;સાસુ દહેજ માટે આપતા ત્રાસ;પોલીસ ફરિયાદ

લુધિયાણાની 22 વર્ષીય મહિલાને આઠ મહિના પછી ઘરની સફાઈ વેળાએ કેટલાક અહેવાલો જોતા આંચકો અનુભવ્યો

 

લુધિયાણામાં 22 વર્ષીય મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે મહિલાએ આરોપ મૂક્યો છે કે તેનો પતિને એચ.આય.વી. પૉઝીટીવ છે અને પતિએ વાત પત્નીથી છુપાવી રાખી હતી. મહિલા એવો પણ આરોપ મૂક્યો છે કે સાસુ દહેજ માટે ત્રાસ આપતા હતાં.

  અત્રે ઉલ્લેખનીય છે કે 19 જાન્યુઆરી, 2018 ના રોજ પટિયાલાના પ્રોફેસર સાથે મહિલાનાં લગ્ન થયાં હતા. લગ્ન પછી, તેના પતિ તેની સાથે સેક્સ કરવાના અલગ અલગ બહાના આપતો. લગ્નની આઠ મહિના પછી ઘરની સફાઈ દરમિયાન મહિલાને કેટલાક અહેવાલો મળ્યાં. અહેવાલો જોયા પછી જાણ થઈ કે તેના પતિને એચ.આય.વી પૉઝીટીવ છે   મહિલાએ તેના પિયરમાં વાત કરી અને પછી મહિલાએ ફરિયાદ કરી હતી

(12:00 am IST)