Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

હવે વિશ્વના કોઈપણ ખૂણે ઓલ ઇન્ડિયા રેડિયોના સુર ગૂંજશે:લોન્ચ કરાઈ સર્વિસ:એમેઝોનની લેવાઈ મદદ

એમેઝોન એલેક્સામાં વિવિધ ભારતી સહિતના અન્ય 14 ક્ષેત્રીય ભાષાની સર્વિસિઝ સાંભળવા મળશે

 

નવી દિલ્હી :હવે વિશ્વના કોઈપણ ખુલે ઓલ ઇન્ડિયા રેડિયો સાંભળી શકાશે ઓલ ઈન્ડિયા રેડિયોએ તેની સ્ટ્રિમિંગ સર્વિસને વિશ્વ સ્તરે વિકસાવવા માટે -કોમર્સ પ્લેટફોર્મ એમેઝોનની મદદ લીધી છે. એમેઝોનની વોઈસ કન્ટ્રોલ્ડ સ્માર્ટ સ્પીકર એલેક્સામાં ઓલ ઈન્ડિયા રેડિયો સાંભળવા મળશે. એમેઝોન એલેક્સામાં વિવિધ ભારતી સહિતના અન્ય 14 ક્ષેત્રીય ભાષાની સર્વિસિઝ સાંભળવા મળશે.

 

   ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટર મિનિસ્ટર રાજ્યવર્ધન સિંહ રાઠોરે સર્વિસ લોન્ચ કરી હતી. એલેક્સામાં ભવિષ્યમાં AIRના આર્કાઈવ્ઝમાં રહેલા અન્ય કાર્યક્રમો પણ માણવા મળશે. રાજ્યવર્ધન સિંહ રાઠૌરે સર્વિસ લોન્ચ કરતાં જણાવ્યું હતું કે,’એમેઝોન એલેક્સા લોકોની જિંદગીને સરળ બનાવશે. કોમ્યુનિકેશનના નવા અને જૂના ફોર્મેટનું મિશ્રણ એક અનોખો અનુભવ કરાવશે.’
રાજ્યવર્ધન સિંહે પણ જણાવ્યું હતું કે AIRના ટેક્નોલોજી અપડેટથી વિશ્વસ્તરે રહેલા ભારતીયોને પણ લાભ મળશે. હવે દુનિયાના કોઈપણ ખૂણે રહેલા ભારતીયોને ઓલ ઈન્ડિયા રેડિયો કાર્યક્રમોનો લાભ મળી શકશે.
  
આશરે 390 મિલિયન લોકો વોઈસ બેઝ્ડ કોમ્યુનિકેશન સર્વિસનો ઉપયોગ કરી રહ્યાં છે. ઉપરાંત એક અનુમાન અનુસાર ત્રણ વર્ષમાં સમગ્ર દુનિયામાં આશરે 1.83 બિલિયન યુઝર્સ વધી જશે. AIR લોન્ચિંગ સમયે પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પાતી, એમેઝોન એલેક્સા (એશિયા)ના બિઝનેસ ડેવલપમેન્ટ પ્રિન્સીપલ અને મિનિસ્ટ્રીના અન્ય સદસ્યો હાજર રહ્યાં હતાં.

(12:00 am IST)