Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

યુ.એસ.મા મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૧૦ ઓકટો. થી ૧૮ ઓકટો.ર૦૧૮ દરમિયાન '' નવરાત્રિ મહોત્સવ'' ઉજવાશે ઃ ૧૭ ઓકટો. બુધવારે હવન અષ્ટમી ઃ ર૩ ઓકટો. મંગળવારે શરદ પૂર્ણિમા

મેરીલેન્ઁડ ઃ  યુ.એસ.માં શ્રી મંગલ મંદિર ૧૭૧૧૧, ન્યુ હેમ્પશાયર એવન્યુ સિલ્વર સ્પ્રિંગ, મેરીલેન્ડ મુકામે  આગામી  ૧૦ ઓકટો. થી ૧૮ ઓકટો. ર૦૧૮ દરમિયાન '' નવરાત્રિ મહોત્સવ'' ઉજવાશે. અષ્ટમી હવન ૧૭ ઓકટો. બુધવારના રોજ થશે.

નવરાત્રિ મહોત્સવ અંતર્ગત રવિવારથી ગુરૃવાર દરમિયાન રાસ ગરબાનો સમય રાત્રિના ૮ થી ૧૦ વાગ્યા સુધીનો રહેશે. તથા શુક્રવાર અને શનિવારે રાત્રે  ૮ થી ૧૧ વાગ્યાનો રહેશે.

હવન અષ્ટમી ૧૭ ઓકટો બુધવારે તથા શરદ પૂર્ણિમા ર૩ ઓકટો મંગળવારે ઉજવાશે.

વિશેષ વિગત હવે પછી  ટૂંક સમયમાં જાહેર કરાશે. અન્ય કાર્યક્રમો મુજબ CPR   સર્ટિફિકેશન કોર્સ ૧૩ ઓકટો. ના રોજ યોજાશે જેનો સમય સવારે ૧૦.૩૦  થી બપોરે  ૧-૩૦ નો રહેશે.

યુનાઇટેડ હિન્દુ એન્ડ જૈન ટેમ્પલ્સના ઉપક્રમે ૧૪ ઓકટો.ના રોજ સવારે ૧૧ વાગ્યાથી  રાત્રિના ૮ વાગ્યા સુધી દિવાલી મેલો ર૦૧૮ નું આયોજન કરાયુ છે. તેવું મંગલ મંદિરની યાદી જણાવે છે.

(10:55 pm IST)