Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

અલ્‍હાબાદમાં યોજાનાર કુંભમેળામાં ફરજ ઉપર હાજર રહેવા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પોલીસ જવાનો માટે આગોતરી શરતોઃ શાકાહારી હોવા જોઇઅે અને વ્‍યસન પણ ન હોવું જોઇઅે

અલ્હાબાદઃ યુવાન, ઉર્જાવાન, શાકાહારી, દારુ-સિગારેટનું વ્યસન હોય તેમજ સરળ અને શાંત સ્વભાવના વ્યક્તિઓની જરુરિયાત છે. જો વાચીને તમે પણ એવું વિચારતા થઈ ગયા હોવ કે કોઈ મુરતિયો શોધવાની જાહેરાત છે તો ખોટું છે. તો યુપી સરકાર દ્વારા અલ્હાબાદ ખાતે યોજાનાર કુંભમેળામાં ફરજ પર હાજર રહેવા માટે પોલીસ જવાનો માટેની આગોતરી શરતો છે. આગામી વર્ષે 15 જાન્યુઆરથી અલ્હાબાદ ખાતે કુંભમેળો શરુ થશે. જેમાં ફરજ પર હાજર રાખવા માટે તંત્ર પોલીસ જવાનોમાં બધા ગુણોનું સ્ક્રિનિંગ કરી રહ્યું છે.

એટલું નહીં જે પોલીસ જવાનની ડ્યુટી કંભમાં લગાવવામાં આવશે તેમની પાસે ગુડ કેરેક્ટરનું સર્ટિફિકેટ પણ માગવામાં આવશે. જે માટે તેમણે પોતાના ઉપરી અધિકારી પાસેથી અંગે મજૂરી પણ લેવી પડશે. તેમજ તંત્રએ નિર્ણય કર્યો છે કે જે પણ પોલીસ જવાનની ડ્યુટી અહીં રખાશે તેમનો પરિવાર અલ્હાબાદમાં રહેતો નહીં હોય.

જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ કુંભમાં સુરક્ષા માટે ઓક્ટોબર મહિનાથી પોલીસ જવાનોને ફરજ પર હાજર કરી દેવામાં આવશે. માટે યુનિફોર્મ સાથે 10000 જેટલા જવાનો હાજર રહેશે. જેમાં પેરામિલિટરીના જવાનોનો પણ સમાવેશ થાય છે. તો સિવિલ ડ્રેસમાં પણ સ્થાનિક ક્રાઇમબ્રાંથી લઈને લોકલ આઈબીના જવાનો સમગ્ર અલ્હાબાદમાં ફરજ પર રહેશે. ફરજ માટે ઉંમરનેપણ એક ક્રાયેટેરિયા માનવામાં આવ્યો છે. 45થી વધુ ઉંમરના જવાનોની સ્થળ પર ડ્યુટી નહીં રખાય.

અલ્હાબાદના SSP જણાવ્યું કે 10 ઓક્ટોબરથી પોલીસ જવાનોની તહેનાતી શરુ કરી દેવામાં આવશે. માટે DIG જણાવ્યું કે તેમને આસપાસના તમામ જિલ્લાના SSPને પત્ર લખીને જણાવ્યું છે કે જે પણ પોલીસ જવાન કે અધિકારીની અલ્હાબાદ ખાતે નિમણુંક કરવામાં આવે તેમનો પહેલા વ્યક્તિગત ઇન્ટર્વ્યુ ખુદ SSP લે જે બાદ પ્રમાણપત્ર આપે. જેના આધારે જવાનોની નિમણુંક કરવામાં આવશે.

(12:00 am IST)