Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાકિસ્તાનમાં સોનાનો ભાવ એક તોલાના રેકોર્ડબ્રેક બ્રેક ૯૦ હજારએ પહોંચ્યો;ધંધો ઠપ્પ

ફૂગાવો અને બીમાર અર્થતંત્રના કારણે સોનામાં આગ ભભૂકી :સેંકડો દુકાનો બંધ : સમગ્ર દેશમાં પ્રદર્શનની તૈયારી

પાકિસ્તાનમાં મોંઘવારી અને ફુગાવો બેકાબૂ બનતા જાય છે ત્યારે આજે પાકિસ્તાનના અનેક ક્ષેત્રોમાં સોનાના ભાવ વિક્રમ સર્જી દીધો છે અને એક તોલા સોનાનો ભાવ 90000 ને વળોટી ગયો છે

પાકિસ્તાનમાં મોંઘવારીએ હદે માઝા મુકી છે, કે સામાન્ય માણસ માટે જીવવું દોહ્યલું થયું છે. પાકિસ્તાનમાં એવી સ્થિતીનું નિર્માણ થયું છે કે સામાન્ય માણસ માટે સોનુ ખરીદવાની નહી પણ ખાલી જોવાની ચીજ બની ગઈ છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં આવેલા ઉછાળા બાદ પાકિસ્તાનમાં એક તોલા સોનાની કિંમત 90,000 રૂપિયા પર પહોંચી ચુકી છે.

ભારતમાં એક તોલા સોનાનો ભાવ 40,000 રૂપિયા સુધી પહોંચ્યો છે પણ પાકિસ્તાનમાં ફૂગાવો અને બીમાર અર્થતંત્રના કારણે સોનુ સામાન્ય માણસની પહોંચ બહાર થયું છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના જ્વેલર્સ એસોસિએશનનુ કહેવુ છે કે, આગામી દિવસોમાં એક તોલા સોનુ એક લાખ રૂપિયા પર પહોંચી શકે છે. પાકિસ્તાનનો રુપિયો ગગડેલો છે, બહારથી વિદેશી રોકાણ આવી રહ્યુ નથી તેના કારણે સોના પર પણ અસર પડી છે. ઉપરથી સરકારે 17.5 ટકા ટેક્સ નાંખેલો છે. જેના કારણે દેશમાં સોનાની માંગ રહી નથી. સેંકડો દુકાનો બંધ થઈ ચુકી છે. આગામી દિવસોમાં અમે આખા દેશમાં સરકાર સામે પ્રદર્શન કરવાના છે.

(1:18 am IST)