Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રિઝર્વ બેન્કની વાર્ષિક આવકમાં જબરો વધારો: એક વર્ષમાં 146.5 ટકા વધીને 1.93 લાખ કરોડે પહોંચી

બેલેંસ સીટ 13.42 ટકા વધી 41.03 લાખ કરોડ થઇ : હોલ્ડિંગ 57.19 ટકા વધ્યું

ભારતીય રિઝર્વ બેંકની વાર્ષિક આવકમાં જબરો વધારો થયો છે આરબીઆઇએ નાણાકીય વર્ષ 2018-19નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે નાણાકીય વર્ષ 2018-19માં રિઝર્વ બેન્કની આવક 146.59 ટકા વધી 1.93 લાખ કરોડ રૂપિયા થઇ છે. આ દરમિયાન કેન્દ્રીય બેંક (Central Bank)ની બેલેંસ સીટ 13.42 ટકા વધી 41.03 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે.

વાર્ષિક રિપોર્ટ પ્રમાણે આ વખતે RBIની વ્યાજથી આવક 44.62 ટકા વધી 1.06 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ અને અન્ય આવક 30 જુન, 2019એ વધી 86.199 કરોડ રૂપિયા થઇ ગઇ છે. જે એક વર્ષ પહેલા 4,410 કરોડ રૂપિયા હતી.

RBI કહ્યું કે સરકારી પ્રતિભૂતિયોમાં RBIની હોલ્ડિંગ 57.19 ટકા વધી અને 30 જુન, 2019 6.29 લાખ કરોડ રૂપિયાથી વધી 9.86 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ. વધારો સરકારી પ્રતિભૂતિયોની શુદ્ધ ખરીદીના માધ્યમથી 3.31 લાખ કરોડ રૂપિયા માટે લિક્વિડિટી મેનેજમેન્ટ ઓપરેશન્સને કારણે થઇ છે.

(1:04 am IST)