Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

હવે લોકોના હાથમાં રહેશે આવશ્યક વસ્તુઓના ભાવનું નિયંત્રણ:ગ્રાહક મંત્રાલય બનાવશે એપ્પ

દેશભરમાં ૧૦૯ પ્રાઈસ મોનીટરીંગ કેન્દ્રોકાર્યરત :22 આવશ્યક ચીજવસ્તુ પર રાખે છે નજર

નવી દિલ્હી- ટૂંક સમયમાં જ આવશ્યક ચીજવસ્તુઓના ભાવો પર નિયંત્રણ કરવું લોકોના હાથ હશે.સરકાર જરૂરી ચીજવસ્તુઓના ભાવો પર નજર રાખવા માટે જાહેર જનતાની મદદ લેવાની યોજના બનાવી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયની એપ્લિકેશન દ્વારા, તમે તમારા ઘરની આસપાસ મળી રહેલી આવશ્યક ચીજવસ્તુઓની કિંમત સરકાર સાથે શેર કરી શકશો.

ગ્રાહક મંત્રાલય સ્થાનિક બજારમાં મળી રહેલી વસ્તુઓની કિંમત માટે એક એપ્લિકેશન બનાવી રહી છે. આ એપ દ્વારા સરકાર સામાન્ય લોકો પાસેથી માલની કિંમતોનો ડેટા લેશે અને સ્થાનિક બજારના ભાવની વિગતો આપશે

હાલમાં પ્રાઇસ મોનિટરિંગ સેન્ટર દ્વારા સરકાર માલ-સામાનના ભાવ પર નજર રાખે છે. દેશભરમાં માત્ર ૧૦૯ ભાવ નિરિક્ષણ કેન્દ્રો છે. આ કેન્દ્રો દ્વારા સરકાર ૨૨ આવશ્યક ચીજવસ્તુઓ પર નજર રાખે છે. જોકે, તેના દ્વારા તમામ શહેરોમાં કિંમતોની સાચી જાણકારી પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હવે લોટ, કઠોળ, ડુંગળી અને ટામેટાંના ભાવ પર નજર રાખવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોમાં એવા ઘણા કિસ્સા બન્યા છે કે જ્યાં સરકાર ચોક્કસ ભાવ શોધી શકતી ન હતી. ખાસ કરીને કઠોળ અને ડુંગળીના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. દિલ્હીના એક સ્થળે ડુંગળીની કિંમત ૪૦ રૂપિયા છે, જ્યારે બીજા સ્થળે તે જ ડુંગળીની કિંમત ૭૫ રૂપિયા જાણવા મળી રહી છે. આવી સ્થિતિમાં, ભાવ મોનીટરીંગ કેન્દ્રો યોગ્ય આંકડા આપી શકતી નથી.

(12:36 am IST)