Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સોનામાં તેજીથી MCXને ચાંદી: નફો 45 ટકા વધે તેવી શકાયતા ;વોલ્યુમમાં જબરો વધારો

કંપની માટે કોર્પોરેટ ટેકસ ઘટાડીને ૨૫ ટકા કરવાથી પણ MCXને લાભ થયો

 

મુંબઈ- દેશની સૌથી મોટી કોમોડિટી એક્સચેન્જ MCXને સોનાના ભાવમાં વધ-ઘટ થવાથી સૌથી વધું ફાયદો થયો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં એક્સચેન્જ પર સોનાનું ટ્રેડિંગ વોલ્યૂમ ત્રણ ગણું વધ્યું છે. પાછલા બે મહિનામાં સરેરાશ માસિક વોલ્યુમ પણ જૂન ક્વાર્ટરના માસિક વોલ્યુમ કરતા ૭૦ ટકા વધારે છે.

ગત વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરના પ્રથમ બે મહિનામાં એક્સચેન્જ પર જેટલી ટ્રેડિંગ થઈ હતી, તેમાંથી બુલિયન(ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનમ)નો ફાળો સરેરાશ ૨૧ ટકા હતો, જે હાલમાં ૩૮ ટકા થયો છે. જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં MCX પર સિલ્વર અને ક્રૂડના ટ્રેડિંગ વોલ્યુમમાં પણ અનુક્રમે ૧૦૦ અને ૬૮ ટકાનો વધારો થયો છે.

સમયગાળા દરમિયાન એક્સચેન્જની કુલ ટ્રેડિંગ વોલ્યૂમાં વાર્ષિક ૩૦ ટકાનો વધારો થયો છે. સ્ટોક વિશ્લેષકોનું કહેવું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૦માં MCXની આવક ૩૦ ટકા વધશે, જેમાંથી મોટોભાગ તેના નફા સાથે સંકળાયેલો છે. તેના કારણે નાણાકીય વર્ષમાં કોમોડિટી એક્સચેન્જના નફામાં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે.

જૂન ક્વાર્ટરમાં કંપનીને.૮૦ કરોડની ઓપરેટિંગ આવક અને રૂ.૪૦ કરોડનો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો હતો. કંપનીની કુલ આવક જૂન ક્વાર્ટરમાં રૂ.૧૧૧ કરોડ હતી. નોંધનીય વાત છે કે, MCX પર ટ્રેન્ડિંગ વોલ્યૂમમાં જૂન ક્વાર્ટર પછી વૃદ્ધિ જોવા મળી હતી, તેથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીના નફામાં અદ્દભૂત વૃદ્ધિ થઈ હતી. બજેટમાં ૪૦૦ કરોડ રૂપિયાથી ઓછી આવક કરનાર કંપની માટે કોર્પોરેટ ટેકસ ઘટાડીને ૨૫ ટકા કરવાથી પણ MCXને લાભ થયો છે

(12:25 am IST)