Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

હરિયાણામાં ટોલ પ્લાઝા પર બોલાચાલી થયા પછી શખ્સએ મહિલા કર્મચારીને થપ્પડ મારી

         હરિયાણામાં ખેડકી દોલા ટોલ પ્લાઝા પર ગુરૂવારના ચર્ચા પછી એક શખ્સ દ્વારા બૂથ પર કાર્યરત મહિલા કર્મચારીને થપ્પડ મારવા અને તેની સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે.

         આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ પહેલા જૂનમાં પણ આ ટોલ પ્લાઝા પર એક મહિલા કર્મચારી સાથે મારપીટ થઇ હતી.

(11:24 pm IST)