Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું : છેલ્લા 25 દિવસમાં 222 વખત કર્યુ સીઝ ફાયર ઉલ્લંઘન

દરરોજ 10 વખત સંઘર્ષ વિરામનું ભંગ :સતત ફાયરિંગ ચાલુ

પાકિસ્તાન  સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યા છે. પાકિસ્તાને આ વર્ષે 1889 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને 222 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાન 5 ઓગષ્ટ બાદ ખુબ ગભરામણનો અનુભવ કરી રહ્યુ છે. દરરોજ પાકિસ્તાન 10 વખત સંઘર્ષ વિરામનું ભંગ કરી રહ્યું છે. સરહદ પાર દરરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ફાયરિંગ ચાલું છે.

પાકિસ્તાન છઆસવારે સીમા સાથે જોડાયેલા વિસ્તારોમાં ભીષણ ફાયરિગ કરી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનનાં હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. સતત ગોળીબારને કારણે સીમાવર્તી વિસ્તારોમાં રહેતા લોકો ભયનાં ઓથાર વચ્ચે જીવવા માટે મજબૂર છે. ગુપ્તચર સંકેતોનાં જણાંવ્યા પ્રમાણે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાએ અમુક સંવેદનશીલ સૈન્ય ચોકીઓ તબાહ કરી નાંખી છે.

ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને કુલ 271 વખત સીઝ ફાયર ભંગ કર્યો છે. જુલાઇ મહિનામાં પાકિસ્તાની સેનાએ 296 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ છે.

પાકિસ્તાન સતત સીઝ ફાયર કરીને સીમાવર્તી વિસ્તારોમાં ઘૂષણખોરીનાં પ્રયાસો કરી રહ્યું છે. સૈન્યને મળેલા ગુપ્તચર સંકેત પ્રમાણે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માંગે છે. આ માટે તે પાક.અધિકૃત કાશ્મીરમાં આંતકીઓને આશરો આપી રહ્યું છે.

(10:38 pm IST)