Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સીબીઆઈએ TMCના ત્રણ સાંસદો પર કેસ ચલાવવા માટે ઓમ બિરલાની મંજૂરી માંગી

લોકસભા અધ્યક્ષ પાસે નારદ સ્ટિંગ મામલામાં ત્રણ સાંસદો અને એક પૂર્વ સાંસદ વિરુદ્ધ ફરિયાદની મંજૂરી માંગી

નવી દિલ્હીઃ સીબીઆઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે નારદ સ્ટિંગ મામલામાં ત્રણ સાંસદો અને એક પૂર્વ સાંસદ વિરુદ્ધ ફરિયાદની મંજૂરી માંગી છે. સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે આ મામલે હજુ સુધી મંજૂરી મળી નથી. મંજૂરી મળ્યા બાદ પહેલાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. એજન્સીએ જે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સાંસદો વિરુદ્ધ કેસ ચલાવવા માંગે છે તે સૌગત રૉય, કાકોલી ઘોષ અને પ્રસૂન બેનરજી છે.

રે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પાસે તૃણમૂલ કોંગ્રેસના ત્રણ સાંસદ સૌગત રાય, પ્રસૂન બેનરજી, કાકોલી ઘોષ અને ટીએમસીના જ પૂર્વ સાંસદ સુવેંદુ અધિકારી વિરુદ્ધ ફરિયાદની સ્વીકૃતિ માંગી છે. એજન્સીએ લોકસભા અધ્યક્ષને અનુોધ કર્યો છે કે તેઓ આ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે મંજૂરી આપે.

સૂત્રોએ કહ્યું કે જો મંજૂરી આપી દેવામાં આવે છે તો ચારેય નેતાઓના નામ એજન્સી દ્વારા આરોપ પત્રમાં રાખવામાં આવી શકે છે. 48 વર્ષીય સુવેંદુ અધિકારી પશ્ચિમ બંગાળમાં તામલુક લોકસભા ક્ષેત્રના પૂર્વ સાંસદ છે અને હાલ તેઓ રાજ્ય સરકારમાં પરિવહન મંત્રી છે. 73 વર્ષીય રૉય દમ દમથી સાંસદ છે જ્યારે ઘોષ બારાસાત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રસૂન બેનરજી (64) હાવડાથી સાંસદ છે. અગાઉ નારદ સ્ટિંગ મામલાની તપાસના સિલસિલામાં સીબીઆઈએ બુધવારે ભારતીય જનતા પાર્ટીના નેતા મુકુલ રૉયની પણ પુછપરછ કરી હતી.

નારદ ન્યૂજ પોર્ટલના સંપાદક અને પ્રબંધ નિદેશક સૈમુએલે 2016માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા એક સ્ટિંગ વીડિયો પ્રસારિત કર્યો હતો. જેમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદો, મંત્રિઓ અને કોલકાતા નગર-નિગમના મેયરને કામ કરાવવાના અવેજમાં પૈસા લેતા દેખાડવામાં ાવ્યા હતા. તે સમયે મુકુલ રૉય તૃણમૂલ કોંગ્રેસનો જ ભાગ હતા. આ મામલે કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.

(10:25 pm IST)