Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કાશ્મીરમાં એક સ્કુલ ઉપર પાકનો ભીષણ ગોળીબાર

વિદ્યાર્થીઓમાં દહેશત ફેલાઈ

નવીદિલ્હી,તા.૨૯ : જમ્મુ કાશ્મીરના મેંઢર સેક્ટરમાં આજે પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબાર વેળા પાકિસ્તાનની કાયરતાપૂર્વકની હરકત સપાટી ઉપર આવી હતી. પૂંચ જિલ્લાના મેંઢર સેક્ટરમાં એક સ્કુલ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન પાકિસ્તાનની કાયરતાપૂર્વકની હરકત સપાટી ઉપર આવી હતી. પૂંચ જિલ્લાના મેંઢર સેક્ટરમાં સ્કુલ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેના કારણે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જવાબમાં ભારતીય સેનાએ જોરદાર કાર્યવાહી કરી હતી.

     આજે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ પાકિસ્તાની સેના દ્વારા ગોળીબારની શરૂઆત કરવામાં આવી હતી. મોર્ટારનો મારો ચલાવવામાં આવ્યો હતો. સ્કુલની પાસે થઇ રહેલા ગોળીબારથી બાળકો ફસાઈ ગયા હતા. સેનાએ તરત જ પગલા લઇને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. બંને પક્ષો વચ્ચે સામ સામેગોળીબાર થયો હતો. આ પહેલા ૨૬મી અને ૨૭મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાન તરફથી પૂંચ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો જે દરમિયાન પણ ભારતે જોરદારજવાબ આપ્યો હતો.

 

(11:00 pm IST)