Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

યુએસ પહેલા પ્રતિબંધ હટાવે પછી થશે વાતચીત :તેણેએતિહાસિક પરમાણુ કરારનું પાલન કરવું પડશે;ઈરાન

 

ઇરાનના વિદેશ પ્રધાન જાવદ ઝરીફે ગુરુવારે કહ્યું કે જો યુ.એસ. ઈરાન સાથે વાટાઘાટો કરવા માંગે છે તો તેણે એતિહાસિક પરમાણુ કરારનું પાલન કરવું પડશે અને તેની સામે. 'આર્થિક આતંકવાદ' બંધ કરવો પડશે.

  ગત વર્ષથી ઇરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે તીખી તકરાર થઈ હતી. જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકપક્ષી રીતે વોશિંગ્ટનને 2015 ના કરારમાંથી બહાર કાઢ્યા હતા. નોંધપાત્ર વાત છે કે, કરાર અનુસાર, ઈરાનને તેના પરમાણુ કાર્યક્રમની જગ્યાએ પ્રતિબંધોથી રાહત આપવામાં આવી હતી.

ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેઓ થોડા અઠવાડિયામાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીને મળવા તૈયાર છે. ફ્રેન્ચ દરિયાકાંઠાના શહેર બિઅરિટ્ઝમાં જી 7 સમિટ દરમિયાન ઘોષણા કરવામાં આવી હતી. જાવદ ઝરીફ પણ ફ્રાન્સ ગયા હતા અને જી 7 સમિટની બહાર બેઠક કરી હતી.

(10:01 pm IST)