Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે શીખ શ્રદ્ધાળુઓને વીઝા આપવાનું 1 સપ્ટેમ્બરથી શરૂ કરાશે : નવેમ્બર માસ સુધીમાં કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ પૂરો કરાશે : પાકિસ્તાનના પંજાબના ગવર્નર સરવર ચૌધરી

ઇસ્લામાબાદ : ગુરુ નાનકદેવની 550 મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે પાકિસ્તાનમાં આવેલા તેમના જન્મસ્થાન ખાતે સમગ્ર વિશ્વમાંથી શીખ યાત્રાળુઓ ઉમટી પડશે જેઓને વીઝા આપવાની પ્રક્રિયા 1 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવાશે જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે તેવું પાકિસ્તાનના પંજાબના ગવર્નર સરવર ચૌધરીએ જણાવ્યું હતું

તેમણે ઉમેર્યું હતું કે કરતારપુર કોરિડોર પ્રોજેક્ટ વર્ષે નવેમ્બરમાં પૂરો કરી લેવામાં આવશે. ગુરુ નાનક જયંતી માટે કાર્યક્રમ નવેમ્બરથી શરુ થવાનો છે. પાકિસ્તાનની ધાર્મિક પર્યટન કમિટીએ બુધવારે થયેલી એક બેઠકમાં નિર્ણય લીધો હતો. તેની અધ્યક્ષતા પંજાબના ગવર્નર સરવર ચૌધરીએ કરી હતી.

ઉપરાંત વાઘા રેલવે સ્ટેશનથી બાબા ગુરુ નાનકના જન્મસ્થળ સુધી વિશેષ શટલ સેવા લોન્ચ કરવામાં આવશે  બન્ને દેશ વચ્ચે તણાવ હોવા છતા કોરિડોરને પૂરો કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું

(9:02 pm IST)