Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વેચવાલીની વચ્ચે સેંસેક્સ ૩૮૩ પોઇન્ટ ઘટીને બંધ

સનફાર્મા, વેદાંતા સહિતના ઓછા શેરમાં તેજી : સ્થાનિક મૂડીરોકાણકારો આજે જારી કરવામાં આવનારા જીડીપીના ડેટા પહેલા સાવધાન : બેંક ઇન્ડેક્સમાં કડાકો

મુંબઈ, તા. ૨૯ : શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેંચમાર્ક ઇન્ડેક્સમાં અફડાતફડીનો દોર રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ આજે ૩૮૩ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૯ની નીચી સપાટીએ રહ્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ભારે અફડાતફડી રહી હતી. સનફાર્મા, વેદાંતા, એનટીપીસી અને ઓએનજીસીના શેરમાં તેજી રહી હતી. કુલ નવ શેરમાં તેજી રહી હતી. એસબીઆઈ, યશ બેંક, એચડીએફસી અને એક્સિસ બેંકના શેરમાં સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો. બીજી બાજુ નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટીના અનેક શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ સ્થાનિક રોકાણકારો શુક્રવારના દિવસે એટલે કે આવતીકાલે જારી કરવામાં આવનાર એપ્રિલ-જુનના ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા પહેલા સાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે.

     ભારતીય અર્થતંત્ર હાલમાં સૌથી ઉદાસીન માહોલમાં છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૫ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૧.૭ ટકાનો અને નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૧.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સમાં ૨૨ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૩૩૩ રહી હતી. બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૭૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૪૩૦ રહી હતી. ગઇકાલે બેંચમાર્ક બીએસઈ સેંસેક્સ ૧૮૯ પોઇન્ટ ઘટીને ૩૭૪૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ૫૯ પોઇન્ટ ઘટીને ૧૧૦૪૬ની નીચી સપાટીએ રહ્યો હતો. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ

માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારને ૧.૭૬ લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.

સેક્ટરલ ઇન્ડેક્સ.......

મુંબઈ, તા. ૨૯ : શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બેંચમાર્ક ઇન્ડેક્સમાં અફડાતફડીનો દોર રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ આજે ૩૮૩ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૯ની નીચી સપાટીએ રહ્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ભારે અફડાતફડી રહી હતી. જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં ભારે અફડાતફડી રહી હતી. સનફાર્મા, વેદાંતા, એનટીપીસી અને ઓએનજીસીના શેરમાં તેજી રહી હતી. કુલ નવ શેરમાં તેજી રહી હતી. એસબીઆઈ, યશ બેંક, એચડીએફસી અને એક્સિસ બેંકના શેરમાં સૌથી મોટો કડાકો બોલાઈ ગયો હતો.

ઇન્ડેક્સમાં મંદી

પીએસયુ બેંક ઇન્ડેક્સ.............................. ૨.૫ ટકા

ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ................... ૧.૭ ટકા

બેંક ઇન્ડેક્સ............................................. ૧.૬ ટકા

(8:47 pm IST)