Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વિપક્ષી નેતાઓને પાર્ટીમાં સામેલ કરતા પહેલા તેની 'ગુજરાતના વોશિંગ પાઉડર 'થી સફાઈ કરાશે :કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે

મુંબઈ ;કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું કે ભાજપ પાસે ગુજરાતનો વોશિંગ પાવડર 'છે જે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને પાર્ટીમાં સામેલ કરતા પહેલા તેની સફાઈ કરશે,દાનવેએ શરદ પવારના નેતૃત્વમાં એનસીપીની શિવસ્વરાજ્ય યાત્રાને 'શબયાત્રા ગણવી હતી એનસીપીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિષની મહાજનાદેશ યાત્રાના આ યાત્રા શરૂ કરી હતી

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના પ્રમુખ ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વનો પરોક્ષ હવાલો આપતા દાનવેએ કહ્યું કે અમારી પાસે ગુજરાતનો વોશિંગ પાવડર છે જે પહેલા કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને સ્વચ્છ કરશે અને પછી તેને પાર્ટીમાં સામેલ કરશે

   દાનવે જાલના જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા હતા જ્યાં મંચ પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ઉપસ્થિત હતા એનસીપીના વિધાનસભા ચૂંટણી પહેલા થઇ રહેલ યાત્રા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે એકતરફ મુખ્યમંત્રી ફડણવીસની મહાજનદેશ યાત્રા છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે બીજીતરફ એનસીપીની યાત્રા છે જે અસલમાં શબયાત્રા છે

  મંત્રીએ એમ પણ કહ્યું કે સામાન્ય રીતે લોકો શબયાત્રામાં સામેલ થતા હોય છે પરન્તુ એનસીપીની રેલીમાં કોઈ વરિષ્ઠ નેતા પહોંચ્યા નથી એનસીપી પોતાના લોકો જ રેલીમાં સામેલ નથી આ દરમિયાન એનસીપી નેતા ધનંજય મુંડેએ દાનવેની ટિપ્પણી પર પલટવાર કર્યો છે

 મુંડેએ કહ્યું કે કેન્દ્રીયમંત્રીએ સાચું કહ્યું ,એનસીપીની યાત્રા અત્યાચારી,અસંવેદનશીલ અને કિશાન વિરોધી ભાજપની મહારાષ્ટ્ર સરકારની શબયાત્રા છે મુંડેએ મરાઠીમાં ટ્વીટ કરીને કહ્યું કે હું તમારી ભૂલ સુધારું છું,રાવ સાહેબ દાનવે ,લોકો નિરંકુશ સરકારને શ્રદ્ધાંજલિ દેવા માટે શિવસ્વરાજ્ય યાત્રાને મોટી સંખ્યામાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે'

(8:01 pm IST)