Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

આરએસએસના નેતા શંકરદાસનું મોટું નિવેદન :કહ્યું NRC નહિ કરી શકે અસમિયા સમુદાયનું રક્ષણ

એનઆરસી ખામીયુક્ત હશે તેનાથી મૂળ નિવાસીઓની મહાન સંસ્કૃતિની રક્ષા થઇ શકશે નહીં,

ગૌહાટી :આરએસએસના નેતાએ એનઆરસીને લઈને મોટું નિવેદન આપ્યું છે જેમાં કહેવાયું છે કે તેનાથી અસમિયા સમુદાયનું રક્ષણ થઇ શકશે નહીં,આ નિવેદન સંઘના આસામ વિંગના વરિષ્ઠ નેતા શંકરદાસે આપ્યું છે તેઓએ કહ્યું કે આસામ એનઆરસી ખામીયુક્ત હશે તેના કારણે અહીંના મૂળ નિવાસીઓની મહાન સંસ્કૃતિની રક્ષા થઇ શકશે નહીં,

  શંકરદાસે કહ્યું કે કોઈ એવું કેમ કહી શકે કે એનઆરસી ત્રુટિ વિનાનું હશે પરંતુ સંઘ તેને ત્રુટિ રહિત હોવાની માંગ કરે છે તેઓએ કહ્યું કે કોઈપણ સંગઠન અથવા વ્યક્તિએ અસમિયા સમુદાય માટે સાચો અવાજ ઉઠાવ્યો નથી કારણ કે તમામને પોતાના હિત નજરે આવે છે માત્ર હાજેલા જ એવા વ્યક્તિ છે જેને તેના માટે સુપ્રીમ કોર્ટનો દ્વાર ખટખટાવ્યો છે

તેઓએ કહ્યું કે એવું કેમ કહેવાયું કે 27 ટકા સેમ્પલ રી-વેરિફિકેશનનું કાર્ય પૂર્ણ થઇ ચૂક્યું છે શું તેના માટે એપેક્સ કોર્ટે મંજૂરી આપી છે ?તેઓએ એમ પણ કહ્યું કે રાજ્યમાં તમામ વિદેશી ટ્રિબ્યુનલ્સમાં લાખો કેસ લબિત પડ્યા છે એવામાં મને સમજાતું નથી કે ફાઇનલ એનઆરસી પ્રકાશિત કરવાની આટલી ઉતાવળ કેમ કરાય છે

(7:45 pm IST)