Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ફોક્સ ન્યુઝ ચેનલ હવે અમારા પ્રત્યે નિષ્ઠાવાન રહયું નથી :ડોનાલ્ડ ટ્રમ્પ

ધડાધડ ટ્વીટ કરીને ગુસ્સો ઠાલવ્યો :ટ્રમ્પ પોતાના સારા કવરેજ માટે ફોક્સ પર ભરોષો કરતા હતા

ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની પસંદગીની સમાચાર ચેનલ 'ફોક્સ ન્યુઝ 'બાબતે પ્રતિક્રિયા આપી છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરિયાદ કરી કે હવે ફોક્સ ન્યુઝ ટેલિવિઝન નેટવર્ક તેઓના માટે નિષ્ઠાવાન રહયું નથી અને હવે તે તેના માટે કામ કરવું બંધ કરી ચૂક્યું છે ,ટ્રમ્પએ ફોક્સ ટેલિવિઝનને લઇને કેટલાય ટ્વીટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે ફોક્સ હવે અમારા માટે કામ કરતુ નથી

   ટ્રમ્પનું માનવું છે કે ચેનલે ડેમોક્રેટિક પાર્ટીના તેના વિપક્ષીઓના પ્રસારણને વધારે સમય આપ્યો છે

  ટ્રમ્પ પોતાના કાર્યકાળમાં પોતાના સારા કવરેજ માટે ફોક્સ પર વધુ ભરોષો કરતા હતા એવા સમયે જયારે ખોટા અહેવાલોને લઈને ટ્રમ્પ નિયમિત રીતે બીજા નેટવર્કને નિશાન બનાવતા હતા ત્યારે ઓછામાં ઓછું તે પોતાના અનુસાર ઠીક કવરેજ માટે ફોક્સ પર ભરોષો કરતા હતા અને તેના ટોચના સહયોગી  પણ નિયમિત ત્યાં સાક્ષાત્કાર કરતા હતા

 

(7:32 pm IST)