Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

એપલના સીઇઓ ટીમ કુકે ૩૬ કરોડનું દાન કર્યું : એક સમયે બે ટંક ભોજનના ફાંફા હતા

બાળપણમાં છાપા વેચ્યા અને માતા સાથે ફાર્મસીમાં પણ કામ કરેલ

ન્યુયોકઃ વિશ્વના અમીર લોકો દાન કરવામાં હંમેશા આગળ રહે છે. માત્ર ભારત જ નહી, પરંતુ વિદેશમાં પણ વેપારીઓ અને અભિનેતાઓ દાન કરવામા પાછળ નથી. હવે એપ્પલના સીઇઓ ટિમ કુકએ પોતાના ૨૩,૭૦૦ શેરને દાન કરી દીધા છે. આ શેરની કિંમત ૫૦ લાખ ડોલર એટલે કે લગભગ ૩૬ કરોડ રૂપિયા છે. આ અંગેની જાણકારી કંપનીના રેગ્યુલેટરી ફાઇલિંગમાં આપવામાં આવી છે. જોકે આ વાતની હજૂ સુધી જાણકારી મળી શકી નથી કે આ દાન કુકે કોને કર્યું છે. તમને જણાવી દઇએ કે, કુક આ પહેલા પણ દાન કરી ચૂકયા છે. કુકનું માનવું છે કે, દાન કરવાથી વેપારમાં વૃદ્ઘિ થાય છે અને બધુ જ સારૂ થઇ જાય છે.

 ગત વર્ષે પણ ટિમ કુકએ આટલી જ કિંમતના શેર દાન કર્યા હતાં. એપ્પલ અનુસાર કુક પાસે હવે ૮ લાખ ૫૪ હજાર ૮૪૯ શેર છે, જેની કિંમત ૧૭.૬ કરોડ એટલે કે, ૧૨૬૭ કરોડ રૂપિયા છે.

 કુક Auburn University‚માં અભ્યાસ દરમિયાન Reynolds Aluminu કંપનીમાં પાર્ટ ટાઇમ કામ કરતા હતાં. આ કામ તેમના અભ્યાસનો એક ભાગ પણ હતું. કંપનીનો સ્ટાફ ધીરે-ધીરે કંપની છોડીને જતો રહ્યો. આ દ્યટના બાદ ટિમે કંપનીના પ્રેસિડેન્ટની પણ મદદ કરી અને તેમની સાથે મળી કંપની સાથે આગળ વધાર્યું. તેઓ એન્જિીનયર બનવા માંગતા હતાં. આ જ કારણે તેમણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિીનયરનો અભ્યાસ કર્યો.

 આજે ટિમ કુક પાસે એટલા રૂપિયા છે કે, તે દાન કરી શકે છે પરંતુ તમને જણાવી દઇએ કે, પોતાના બાળપણમાં તે સમાચાર પત્રો વહેચીને દ્યરનો ખર્ચ ચલાવતા હતાં. તેમણે પોતાના હોમ સ્ટેટ અલાબામા પબ્લિકેશન 'ધ  પ્રેસ રજીસ્ટર'ના પેપર વેચ્યા હતાં. આ સિવાય તેમણે પોતાની માતા સાથે ફાર્મસીમાં પણ કામ કર્યુ, પરંતુ તેમની ઇચ્છા ઉપર ઉઠવાની અને મોટો માણસ બનવાની હતી. પોતાના આજ વિચારો સાથે પુષ્કળ મહેનત કરી અને આજે તેઓ દુનિયાની સૌથી મોટી કંપની એપ્પલનાં સીઇઓ છે.

(4:19 pm IST)