Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કેનેરા બેંકના કર્મચારી દ્વારા પગાર સુધારણા અંગે મદ્વાસ હાઇકોર્ટમાં રીટ

મદુરાઇઃમદ્વાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચમાં કેનરા બેંકના એક કર્મચારીએ કરેલ રોટ પીટીશન સુનાવણી માટે આવી હતી. અરજદારના વકીલોએ સાતમાં પગારપંચની લધુતમ પગારની ભલામણો અને બેક દ્વારા ૨૦૧૯માં કોડઓને વેજીસ વચ્ચેના તફાવત અંગેના ૧૦ લાખ કર્મચારીઓને તકલીફ બાબતે દલીલો વિસ્તારપુર્વક રજુ કરી હતી. જો કે ઇન્ડીયન બેંક એસોસીએશનના સેક્રેટરી અથવા તેમના વકીલ તેમને મેલ, ફેક્ષ અને સ્પીડ પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં હાજર રહ્યા ન હોતા.

આ પરિસ્થિતિમાં આઇબીએના સેક્રેટરીની રજુઆત માટે આ પીટીશનની સુનાવણી ૩૦.૦૮.૧૯સુધી સ્થગિત રાખી હતી. અરજદારના વકીલે જણાવેલ હતું કે ૧૦ લાખ કર્મચારીઓને અસરકર્તામાં ઉપસ્થિત ન રહેવું દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આશા રાખીને છીએ કે આઇબીએ બેંક કર્મચારીઓની લાગણી અને કાયદાને માન આપીને ૩૦.૦૮.૧૯ના રોજ કોર્ટમાં હાજર રહેશે.

(3:44 pm IST)