Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઇમરાનના કાર્યકાળમાં વિદેશનીતિમાં લશ્કરનો પ્રભાવ વધ્યોઃ અમેરીકન સંસદ સભ્યોનો ચોંકાવનારો રિપોર્ટ

ઇમરાનખાનની વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં પાકિસ્તાન સૈન્યનો દેશની વિદેશી અને સુરક્ષાનીતિ પર પ્રભાવ વ્યાપક રીતે વધ્યો છે તેમ યુ.એસ કોંગ્રેસ રિપોર્ટનું કહેવું છે.

બાઇપાર્ટીસન કોંગ્રેસનલ રીસર્ચ સવિર્સ (સીઆરએસ) દ્વારા અમેરિકન સાંસાદો માટે તૈયાર કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવાયું છે કે હાલનું પદ જીત્યા પહેલા ઇમરાન ખાન પાસે સરકાર ચલાવવાનો કોઇ અનુભવ ન હોતો અને પાકિસ્તાનની સુરક્ષાદળોએ નવાઝ શરીફને હટાવવાના ઉદેશથી ચુંટણી દરમ્યાન પાકિસ્તાનની રાજકારણને ડહોળી નાખ્યું હતું

ખાનના નવા પાકિસ્તાનના દષ્ટિકોણના કારણે યુવાઓ ગ્રામ્ય  વિસ્તાર ના અને મધ્યમ વર્ગના મતદારો ભ્રષ્ટાચારના નાશ અને સારો દેશ બનશે તેવી આશાએ આકર્ષાયા હતા કે સારૂ શિક્ષણ,તબીબી સેવાઓ વગેરે મળશે.પણ પાકિસ્તાનની ખરાબ આર્થિક પરિસ્થિતિ અને નવી વિદેશી  લોનોના કારણે આ શકય બની શકે તેમ નથી.

રિપોર્ટ અનુસાર,મોટા ભાગના વિશ્લેષકો જોઇ રહ્યા છે કે પાકિસ્તાનની વિદેશીનીતિ અને સુરક્ષાનીતિમાં પાકિસ્તાન સૈન્યનો પ્રભાવ વ્યાપક રીતે વધી રહ્યો છે.

(3:43 pm IST)