Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

માટીની જવેલરીની આપણા દેશમાં કોઇ કિંમત નથી, પરંતુ વિદેશમાં એની જબરી ડિમાન્ડ છે

જયપુર તા. ર૯: રાજસ્થાનના બાડમેર જિલ્લાના વિશાલા ગામમાં એક પરિવાર છેલ્લાં ૪૦ વર્ષથી માટીમાંથી જવેલરી બનાવીને વેચે છે. એકદમ ઇકો-ફ્રેન્ડલી અને અનોખા દાગીના હોવા છતાં તેની ડિમાન્ડ ભારતમાં જોઇએ એટલી નથી. નવાઇની વાત એ છે કે આ ઘરેણાંને વિદેશોમાં જેટલો ધંધો મળે છે એટલો ભારતમાં નથી. ઝમિન ખાન છેલ્લાં વીસ વર્ષથી માટીમાંથી જવેલરી બનાવે છે. આ પહેલાં તેના પિતાજી આ કામ કરતા હતા. નેકલેસ, લોકેટ, બ્રેસલેટ જેવી ચીજો માટીમાંથી બનાવવામાં આવે છે. માટીના ઘરેણાંને સજાવવા માટે રંગબેરંગી ઉન, આભલાં વગેરેનો ઉપયોગ થાય છે. અત્યારે આ જવેલરી મુંબઇ, ઉદયપુર, રાજકોટ અને ઉનામાં આ પરિવાર જવેલરી વેચે છે. જોકે મોટા ભાગે આ ધંધામાં નફો મળતો ન હોવાથી તેઓ વિદેશ એકસપોર્ટથી જ કમાણી કરે છે. સરકારી મેળામાં જવેલરીનું સારૃં વેચાણ થાય છે. ઋમિમ ખાન તેના બાળકોને પણ આ કળા શીખવીને માટીનાં ઘરેણાંની પરંપરાને ટકાવી રાખવા માગે છે, પણ એનું માર્કેટિંગ કરવાનું અઘરૃં છે.

(3:43 pm IST)