Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઉજ્જવલા યોજનાનો ટાર્ગેટ પૂર્ણઃ નવું રજીસ્ટ્રેશન બંધ કરી દેવાયું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમી ગરીબોને ફ્રીમાં ગેસ કનેકશન આપવાની ઉજ્વલા યોજનાનો ટાર્ગેટ (૮ કરોડ) પૂર્ણ થતાં નવા ગેસ કનેકશન આપવાનું બંધ કરી દેવાયું હોવાનું જાણવા મળે છે. ટાર્ગેટ નિર્ધારિત સમય કરતાં વ્હેલો પૂર્ણ થઇ જતા અચાનક રજીસ્ટ્રેશન બંધ કરી દેવાતા અનેક પરિવારો લાભથી વંચિત રહી ગયા હોવાની ફરીયાદઃ પેટ્રોલીંગ કંપનીઓએ લક્ષ્યાંક પૂર્ણ થતા પોર્ટલ બંધ કરી દીધુઃ પોર્ટલ ફરી કયારે શરૂ થશે અને નવું રજીસ્ટ્રેશન કયારે શરૂ થશે એ નકકી નથીઃ આ યોજનાનો ટાર્ગેટ ૮ કરોડથી વધારી ૧૦ કરોડ કરવા માંગ ઉઠી.

(3:40 pm IST)