Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

શું પરમાણુ યુધ્ધ ખમી શકશે બંને દેશ? કોને-કેટલુ નુકસાન થાય?

જો પરમાણુ યુધ્ધ થાય તો મહાતબાહી થાયઃ આગને કારણે ૦.૭૯ કિ.મી સુધી બધુ બળી જાય : હિરોશીમા-નાગાસાકી કરતાં વધુ નુકસાન થાય જેની કલ્પના કરવી પણ અઘરી? ૧૦૦કિ.મી.નો વિસ્તાર સાફ થઇ જાય

નવી દિલ્હી તા. ૨૯: જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો કેટલી તબાહી મચે તેનો એક અંદાજ બહાર આવ્યા છે. જે અનુસાર હિરોસીમા અને નાગાસાકી કરતા પણ વધુ નુકસાન થાય તેવી શકયતા છે. ૧૦૦ કિ.મી.નો વિસ્તાર સંપૂર્ણપણે નાશ પામશે તેવું જણાયુ છે.

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ પાકિસ્તાન ધૂંધવાઈ ગયુ છે. વડાપ્રધાન ઈમરાન ખાનથી માંડીને ત્યાંના મંત્રી સુદ્ઘાંએ પરમાણુ યુદ્ઘની ધમકી આપી છે. ભારતે આ ધમકીઓના જવાબમાં કહ્યું છે કે તે પરમાણુ હથિયારનો પહેલા ઉપયોગ ન કરવાની નીતિમાં બદલાવ કરી શકે છે. પરંતુ શું સાચે જ બંને દેશ પરમાણુ યુદ્ઘ કરશે?

જો બંને દેશ એકબીજા પર પરમાણુ હુમલો કરશે તો મોટા પાયે વિનાશ થશે. આગને કારણે ૦.૭૯ કિ.મી સુધી બધુ જ ખાખ થઈ જશે. એર બ્લાસ્ટ-૧ પછી ૩.૨૧ કિ.મી સુધી તેના ઝાટકા મહેસૂસ થશે. ૧૦.૫ કિ.મી સુધી રેડિયેશન ફેલાશે. ૫૦થી૯૦ ટકા લોકો પર તેની અસર થશે. એર બ્લાસ્ટ-૨માં ૧૪.૨ કિ.મી સુધી ઈમારતો તૂટી પડશે. ૪૭.૯ કિ.મી સુધી થર્મલ રેડિયેશનની અસર થશે. એર બ્લાસ્ટ-૩ પછી ૯૩.૭ કિ.મી સુધી બારીના કાંચ તૂટી શકે છે. ૧૦૦ કિ.મીના વિસ્તાર સુધી વિનાશ થશે.

હકીકત એ છે કે પરમાણુ યુદ્ઘ કોઈના હિતમાં નથી. જો બંને દેશ એકબીજા પર ૧૦૦ કિલોટન પરમાણુ બોમ્બ નાંખે તો તેની એટલી અસર થશે કે ૧૦૦ કિ.મી દૂર સુધી બારીના કાંચ તૂટી જશે. દુનિયાએ અત્યાર સુધી હિરોશીમા-નાગાસાકી એમ બે પરમાણુ હુમલા જોયા છે અને તેની ભયાવહતા આજે પણ લોકો ભૂલ્યા નથી. એ સમયના બોમ્બ ઓછી ક્ષમતાના હતા. હિરોશિમા પર નાંખેલો બોમ્બ ૧૫ કિલોટનનો હતો જયારે નાગાસાકી પર નાંખેલો બોમ્બ ૨૦ કિલોટનની તાકાત ધરાવતો હતો.

આજે દુનિયા પાસે અનેકગણી વધારે ક્ષમતાવાળા પરમાણુ બોમ્બ છે. આવામાં પરમાણુ યુદ્ઘની કલ્પના જ કંપાવી દે તેવી છે. ભારત અને પાકિસ્તાન બંને પાસે ન્યુકિલયર વેપન ધરાવતી મિસાઈલ છે. હંને દેશ એકબીજાના અંતિમ ખૂણા સુધી હુમલાની શકયતાવાળી મિસાઈલ ડેવલપ કરી ચૂકયા છે. ભારત પાસે તો ૫૦૦૦ કિ.મી સુધી મારી શકે તેવી મિસાઈલ છે. જે પાકિસ્તાનની બહાર પણ હુમલો કરવાની ક્ષમતા રાખે છે. પાકિસ્તાન પાસે ન્યુકિલયર હથિયાર લઈ જનારી મિસાઈલ છે જે ૨૭૫૦ કિ.મી લક્ષ્ય સાધી શકે છે.

બુલેટિન ઓન ધ એટોમિક સાયન્ટિસ્ટ દ્વારા બનાવેલા ડેટાથી ખબર પડે છે કે ૧૯૮૬ પછી ૨૦૧૭ સુધી લગભગ દર વર્ષે વિશ્વમાંથી પરમાણુ હથિયાર દ્યટી રહ્યા છે. ફેડરેશન આફ અમેરિકન સાયન્ટિસ્ટ (FAS)નું માનવુ છે કે ૧૯૯૦ના દાયકાની તુલનામાં અત્યારે પરમાણુ હથિયાર નષ્ટ કરવાની ગતિ ધીમી પડી છે. શીત યુદ્ઘ પછી પરમાણુ હથિયારની સંખ્યામાં દ્યણો દ્યટાડો થયો છે.

પરમાણુ હથિયારની સંખ્યામાં ભલે દ્યટાડો થયો હોય પરંતુ આજે પણ દુનિયાના અનેક દેશો પાસે હજારોની સંખ્યામાં હથિયાર છે. રશિયા પાસે આજની તારીખે ૬૫૦૦ પરમાણુ હથિયાર છે. અમેરિકા પાસે ૬૧૮૫, ફ્રાન્સ પાસે ૩૦૦, ચીન પાસે ૨૯૦, બ્રિટન પાસે ૨૧૫, ઈઝરાયલ પાસે ૮૦, પાકિસ્તાન પાસે ૧૪૦-૧૫, ભારત પાસે ૧૩૦-૧૪૦, ઉત્ત્।ર કોરિયા પાસે ૨૦-૩૦ પરમાણુ હથિયાર હોવાનું અનુમાન છે.

FAS ના અંદાજ મુજબ ૩૬૦૦ એટમ હથિયાર મિસાઈલ પર લગાવાયા છે અને સૈન્ય બળોના નિયંત્રણમાં છે. તેમાંથી ૧૮૦૦ જેટલા હથિયાર હાઈ એલર્ટ મોડ પર છે અને શોર્ટ નોટિસ પર હુમલા માટે તૈયાર છે. રશિયાએ ૧૬૦૦ હથિયાર મિસાઈલ પર તૈનાત રાખ્યા છે અમેરિકાએ પણ આટલી જ સંખ્યામાં હથિયાર તૈનાત રાખ્યા છે. ફ્રાન્સે ૨૮૦ અને બ્રિટને ૧૨૦ પરમાણુ હથિયાર તૈનાત રાખ્યા છે.

નામથી જ સ્પષ્ટ છે એ મુજબ એર બ્લાસ્ટ હવામાં કરી શકાય છે. આ વિસ્ફોટથી જમીન પર કોઈ મોટો ખાડો નથી પડતો પરંતુ તે ખૂબ જ તાકાતવર હોય છે. હવામાં વિસ્ફોટ બાદ ઉચ્ચ ક્ષમતાનું દબાણ બને છે અને થર્મલ રેડિયેશન વધી જાય છે. હિરોશિમામાં નાંખેલો ૧૫ ટનનો બોમ્બ હવામાં ફાટ્યો હતો અને વિસ્ફોટની જગ્યાએ સદ્યન વાદળો બની ગયા હતા. વિસ્ફોટ પછી તેજ ઝટકા ઉત્પન્ન થાય છે. હવાના દબાણમાં એકાએક પરિવર્તન આવે છે. ખૂબ જ તેજીથી પવન ફૂંકાય છે. જેટલી ઉંચાઈ પર વિસ્ફોટ થશે, એટલું જ જબરદસ્ત હવાનું દબાણ ઊભુ થશે. હવાના દબાણમાં ફેરફાર પછી મોટા મોટા મકાનો જમીનદોસ્ત થઈ જશે. પવનના વેગને કારણે વૃક્ષ-છોડ નેસ્તનાબૂદ થઈ જશે અને લાખો લોકોનો જીવ જશે.

કોની પાસે કેટલા પરમાણુ બોંબ છે?

રૂ

૬૫૦૦ બોંબ

અમેરીકા

૬૧૮૫ બોંબ

ફાન્સ

૩૦૦ બોંબ

ચીન

૨૯૦ બોંબ

બ્રિટન

૨૧૫ બોંબ

ઇઝરાયલ

૫૦ બોંબ

પાકિસ્તાન  

૧૪૦-૧૫૦ બોંબ

ભારત

૧૩૦-૧૪૦ બોંબ

ઉ.કોરીયા

૨૦-૩૦ બોંબ

(3:39 pm IST)