Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સુપ્રીમમાં રામ જન્મભુમિ કેસની ૧૪માં દિવસની સુનાવણી પુરી

ત્રણ ગુંબજ વાળી ઈમારત 'મસ્જીદ'નહોતી : રામ જન્મભુમિ પુનરુધ્ધાર સમિતીની દલીલો

નવિ દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ગઇ કાલે અયોધ્યા કેસમાં ૧૪મા દિવસની સુનાવણી થઇ હતી. આ દરમ્યાન રામ જન્મભુમિ પુનરુધ્ધાર સમિતિએ પોતાની દલીલો કરતા કહ્યુ કે ત્રણ ગુંબજવાળી ઈમારત મસ્જીદ નહોતી

આ ઉપરાંત મસ્જીદમાં જે પ્રકારની જરૂરી વસ્તુઓ હોવી જોઇએ તે પણ નહોતી . વિવાદીત ઈમારત  બનાવનાર કોણ હતુ એ પણ શંકાસ્પદ છે. રામ જન્મભૂમિ  પુનરુધ્ધાર સમિતીના વકિલ  પી એન મિશ્રાએ ત્રણ પુસ્તકોનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે આઇને અકબરી  અને હુમાયુનામામાં બાબર દ્વારા બાબરી મસ્જીદ નિર્માણની વાત નથી. તુર્ક- એ- જહાંગીર  પુસ્તકમાં પણ બાબરી મસ્જીદ અંગેનો કોઇ ઉલ્લેખ નથી. બાબરને ફકત એટલી જ ખબર હતી કે આ જમીન વકફની છે.

મિશ્રાએ કહ્યુ કે બાબર ભારતમાં ૧૫૨૬માં આવ્યો હતો અને ૧૫૨૮માં રામ જન્મભુમિ પર મસ્જીદ બનાવી હતી. બાબરના આદેશ થી આ મસ્જીદ તેના ફોજદાર મીર બકીએ બનાવડાવી હતી.  મસ્જીદનુ લોકાપર્ણ બાબરની ઉપસ્થિતીમાં થયુ હોય તેવુ બની શકે સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યુ હતુ કે મંદિરને તોડીને મસ્જીદ બનાવવામાં બાબરની કોઇ ભૂમિકા નહોતી એવુ લાગે છે.

(3:29 pm IST)