Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સાવધ રહેવા ગુપ્તચર એજન્સીઓની ચેતવણી

ભારત પર કોઇ પણ સમયે હુમલો કરશે પાકિસ્તાન

પાકિસ્તાન ભારત સાથે યુધ્ધ કરવા ઇચ્છે છે એ વાતની પાકી સાબિતીઓ ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી ચુકી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછીથી પાકિસ્તાનનો રઘવાટ ઓછો થવાનું નામ નથી લેતો. હવે તેણે સરહદની પાસે ઘણાં જવાનો તહેનાત કરી દીધા છે અને તે સતત પોતાના સૈનિકો વધારી રહ્યું છે.

 ૩૭૦ બાબતે કોઇ દેશે તેનું સમર્થ નથી કર્યું અને જે દેશ તેના કહેવાથી મધ્યસ્થતાનો રાગ ગાઇ રહ્યો હતો. અને તે ભારત સાથે યુધ્ધ માટે તૈયારી કરી રહ્યું છે.

ુમાહિતી અનુસાર, પાકિસ્તાન એવા પેંતરાઓ કરવામાં લાગી ગયું છે જેનાથી નિયત સ્પષ્ટ દેખાઇ રહી છે કે તે ભારત સાથે યુધ્ધ કરવા માગે છે.પાકિસ્તાન દ્વારા આતંકવાદી કેમ્પોમાં આંતકવાદીઓની ટ્રેનીંગ વધારવાથી માંડીને એલઓસી પર મોટી સંખ્યામાં હથિયારો ભેગા કરાઇ રહ્યા છે. પાકિસ્તાનની સૈન્યએ એલઓસી પાસે મધ્યમ રેન્જની તોપો ગોઠવી દીધી છે. એટલું જ નહીં , પાકિસ્તાન સેનાએ ગુજરાતના સરકીક વિસ્તારમાં સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (એસએસજી) કમાંડો મુકી દીધા છે. આ બધુ જોતા એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનને યુધ્ધની તૈયારીઓ કરી દીધી છે અને તે કોઇ પણ સમયે હુમલો કરી શકે છે.

પાકિસ્તાનના કારનામા જોતા હવે એવું કહેવાઇ રહ્યું છે કે કયાંક આ પાકિસ્તાનનો અંત તો નથી? પાકિસ્તાન જો ભારત પર હુમલો કરે તો બાકીના દેશો જે પહેલા જ ભારતને સમર્થન આપી ચુકયા છે તે ભારત તરફથી પાકિસ્તાન પર હુમલો કરશે અને પછી પાકિસ્તાનનો ખાતમો નકકી છે. આ પરિસ્થિતિને જોઇને પાકિસ્તાને સબક લેવો જોઇએ અને હજી પણ ભારત વિરૂધ્ધ રચાઇ રહેલા આંતકવાદી ષડયંત્રો બંધ કરીને પોતાના સારા ભાવિ અંગે વિચારવું જોઇએ.

(3:36 pm IST)