Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

સોનામાં અવિરત તેજી વધુ પ૦૦નો ઉછાળો

હાજરમાં સોનુ ૧૦ ગ્રામના ભાવ ૩૮૭૦૦ તથા બીલમાં ૪૦૩૦૦ રૂ.: ચાંદીમાં પણ ૧૦૦૦ રૂપીયા વધ્યાઃ હાજરમાં ચાંદીના ભાવ ૪પ૦૦૦ તથા બીલમાં ૪૬૦૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ર૯: બુલીયન માર્કેટમાં સોનામાં અવિરત તેજીને પગલે રોજબરોજ નવી ભાવ સપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ પ૦૦ રૂ.નો ઉછાળો થતા સોનાના ભાવે નવી સપાટી બનાવી છે. ચાંદીમાં પણ ૧૦૦૦ રૂ.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં સોનાનો ભાવ ૧પ૪પ ડોલર થતા સ્થાનીક બજારમાં સોનામાં વધુ પ૦૦ રૂ.નો ઉછાળો થયો હતો. હાજરમાંં સોનુ ૧૦ ગ્રામનો ભાવ ૩૮ર૦૦ હતા તે વધીને ૩૮૭૦૦ રૂ. થયા હતા. જયારે બીલમાં સોનુ ૧૦ ગ્રામનો ભાવ ૩૯૮૦૦ રૂ. હતા તે વધીને ૪૦૩૦૦ રૂ. થયા છે. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે પ૦૦૦ રૂ.નો ઉછાળો થતા હાજરમાં સોનાના બિસ્કીટનો ભાવ ૩,૮૭,૦૦૦ તથા બીલમાં ૪,૦૩,૦૦૦ ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂપીયાનો ભાવ વધારો થયો છે. હાજરમાં ચાંદી ચોરસા ૧ કિલોના ભાવ ૪૪,૦૦૦ હતા તે વધીને ૪પ,૦૦૦ તથા બીલમાં ૪પ,૦૦૦ રૂ. હતા તે વધીને ૪૬,૦૦૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

(3:40 pm IST)