Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

રાનૂ મંડલની નસીબ ચમક્યા : હિમેશ રેશમિયા બાદ ભોજપુરી ફિલ્મમાં ગીત ગાવા માટે ઑફર

ભોજપુરી એક્ટર પ્રદીપ પાંડે ચિંટુએ રાનૂ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

 સોશ્યલ મીડિયા પર ગીત ગાઈને રાતોરાત સ્ટાર બનેલા રાનૂ મંડલને હવે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં ગીત ગાવા માટે ઑફર કરવામાં આવી છે.

 બોલિવુડમા મ્યૂઝિક ડિરેક્ટર હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ 'હેપ્પી હાર્ડી એન્ડ હીર' છે. આ ફિલ્મમાં રાનૂએ 'તેરી મેરી કહાની' નામનું ગીત ગાયું છે. હિમેશ રેશમિયાએ પોતાના સોશ્યલ મીડિયા પર પણ ગીતના રેકોર્ડિગનો વીડિયો શૅર કર્યો છે.

આ સિવાય રાનૂ સિંગિગ રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી, ત્યારે હવે રાનૂ સાથે બીજા એક્ટરે કામ કરવાની તૌયારી દર્શાવી છે. ભોજપુરી એક્ટર પ્રદીપ પાંડે ચિંટુએ રાનૂ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

(1:41 pm IST)