Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

''સ્ત્રી શકિત ઝીંદાબાદ'': સ્વિટઝરલેન્ડ ખાતે વર્લ્ડ ચેમ્પીયનશીપમાં રાજકોટની માનસી જોષીએ પેરા બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી વિશ્વસ્તરે ડંકો વગાડ્યો

પેરા બેડમિન્ટન સ્પર્ધામાં માનસી જોેષી, બેડમિન્ટ સ્પર્ધામાં પી.વી. સિધુ અને તીરંદાજ સ્પર્ધામાં કોમલિકા બારીએ દેશનું ગૌરવ વધાર્યુ : હાલ અમદાવાદ રહેતી માનસી જોષીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટ્વિટર પર ખાસ અભિનંદન પાઠવ્યા

અમદાવાદઃ તાજેતરમાં સ્વિટઝરલેન્ડમાં યોજાયેલી પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં મુળ રાજકોટની વતની માનસી જોષીએ ગોલ્ડ મેડલ જીતી વિશ્વસ્તરે ગુજરાતનું નામ રોશન કર્યુ છે.

ર૪ ઓગસ્ટના રોજ યોજાયેલી વર્લ્ડ ચેમ્પીયનશીપ સ્પર્ધામાં ભારતની ૩ મહિલાઓએ વિશ્વસ્તરે ડંકો વગાડી દીધો છે.

પી.વી. સિઘુએ બેડમિન્ટન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી લઇ દેશના વડાપ્રધાનથી માંડી રાજયોના મુખ્યપ્રધાનોના અભિનંદન મેળવ્યા, સાથોસાથ પેરા બેડમિન્ટન સ્પર્ધામાં ગુજરાતના રાજકોટની વતની માનસી જોષીએ ગોલ્ડ મેડલ જીતી બતાવી એક પગમાં ખોડ હોવા છતાં આ દિવ્યાંગ મહિલાએ ''હમ ભી કુદ કમ નહીં'' તેવું પુરવાર કરી બતાવ્યું છે. જેને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટિવટર દ્વારા હાર્દિક અભિનંદન આપ્યા છે.

૩૦ વર્ષીય માનસી જોશી એક સાજી સારી તંદુરસ્ત બાલિકા તરીકે જન્મી હતી. જેણે ર૦૧૦ ની સાલમાં સોમૈયા કોલજેમાંથી ઇલેકટ્રીકલ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવેલી છે. પરંતુ કમનસીબે ર૦૧૧ની સાલમા રોડ અકસ્માતે તેને એક પગ છીનવી લીધો.

નિવૃત્ત ... કર્મચારી શ્રી જી.એ. જોશીની આ યુવાન પુત્રીએ શારીરિક ખોડ આપવા છતાં હિંમત હાયા વિના પોતાની મનપસંદ બેડમિન્ટન રમતમાં કૌશલ્ય પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો અને તેનો આ સંકલ્પ ર૦૧પની સાલમાં તેણે ઇંગ્લેન્ડમાં યોજાયેલી પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં સિલ્વર મેડલ મેળવી સિધ્ધ કરી બતાવ્યો પછી તો માનસીએ જાણે કે મેડલની હારમાળા લાવવાનું શરૂ કરી દીધું. ર૦૧૬ની સાલમાં તથા ર૦૧૮ની સાલમાં બ્રોન્ઝ મેડલ મે/વયા અને હવે ર૦૧૯ની સાલમાં ગોલ્ડ મેડલ જીતી બતાવી દિગ્યાંવ લોકો માટે આદર્શ પુરો પાડ્યો અત્યાર સુધીમાં માનસીએ આંતરરાષ્ટ્રિય કક્ષાના ર૦ ઉપરાંત મેડલ અંકે કરી લઇ તેમાં મોરપિચ્છ સમાન ગોલ્ડ મેડલનો ઉમેરો કરી એક નવા જ વિક્રમનું સર્જન કર્યુ છે. જેના માટે તેના માતા-પિતા સહિતના પરિવાર ઉપરાંત રાજકોટ, ગુજરાત તથા સમગ્ર ભારતવાસીઓ ગૌરવ અનુભવે છે.

આ તકે દેશની એક ત્રીજી મહિલા કોમલિકા બારીને પણ અભિનંદ આપવા જોઇએ. ભારતની આ તીરંદાજ મહિલાએ વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પીયનશીપ રિઝર્વ ક્રેડીટ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી બતાવ્યો છે.

ભારતના ઇતિહાસમાં ર૪ ઓગ. ર૦૧૯નો દિવસ સુવર્ણાક્ષરે લખાશે. આ દિવસે દેશની ૩ મહિલાઓ વર્લ્ડ ચેમ્પીયન બની ગોલ્ડ મેડલ લાવી છે. તેથી ખરા અર્થમાં જોઇએ તો ભારત માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૮ માર્ચને બદલે જાણે કે ર૪ ઓગ. બની ચુકયો છ. ''સ્ત્રી શકિત ઝીંદાબાદ''.

(1:14 pm IST)