Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

* સૌરાષ્ટ્રમાં વંથલીના ગાંઠીલા પાસે ભયાનક અકસ્માતમાં પાંચના મોત બે ગંભીર : કચ્છના ભુજ મા દે ધનાધન સાડા છ ઇંચ, ભાવનગરના ઘોઘામાં ત્રણ ઇંચ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અડધાથી બે ઈંચ વરસાદથી પાકને મોટો ફાયદો : ભુજના હમીરસર તળાવમાં નવા નીર :ગુજરાતભરમાં મેઘસવારી યથાવત, ઝરમર ઝાપટા થી માંડીને સાડા છ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો, ૫૭ ડેમ છલકાયા, હજુ ૭૨ કલાક વરસાદની આગાહી : કચ્છમાં દરિયાઈ માર્ગે આતંકવાદીઓ ઘૂસ્યાના અહેવાલથી હાઇએલર્ટ જાહેર, કંડલા મુન્દ્રા સહિતના બંદરોમાં પોલીસ બીએસએફ cisc અને કસ્ટમનું જોઈન્ટ પેટ્રોલિંગ, સિરક્રીકમાં બોટમાં બેસી ફિદાઇન આતંકવાદીઓ ઘુસી ગયાના અહેવાલ : ભુજમાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈના પોસ્ટરો સળગાવ્યા, છ સામે ગુનો દાખલ, દિલ્હીમાં સંત રવિદાસજીનું મંદિર તોડી પાડવાના વિરોધમાં ધરણાં, સિત્તેરની અટકાયત : કચ્છની ગૌશાળામાં ૩૦ ગાયોના ચારો ખાધા પછી ટપોટપ મોત, ૧૦ની સ્થિતિ ગંભીર : ગુજરાતનો સરેરાશ વરસાદ સદી તરફ પહોંચ્યો, 94.82%, આજે સવારે પણ ૭ તાલુકામાં મેઘરાજાના દર્શન : ભુજ નલિયા સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે સારો વરસાદ પડશે : મુંબઈમાં આજથી ફરી વરસાદી માહોલ છવાશે : તામિલનાડુમાં આઈએસઆઈએસ કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના ચારેકોર દરોડા : ફીટ ઇન્ડિયા અભિયાનનો દિલ્હીથી પ્રારંભ કરાવતા નરેન્દ્રભાઈ

(12:46 pm IST)