Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

POK જ નહિ ગિલગિત-બલ્ટિસ્તાન પણ ભારતનો હિસ્સો છે જેના પર પાકિસ્તાને કર્યો છે કબ્જો

કાશ્મીર તમારૂ કયાં હતુ તો રોદડા રોવો છોઃ રાજનાથ : લેહ-લડાખ પહોંચ્યા સંરક્ષણ મંત્રીઃ સીમા સુરક્ષા અંગે યોજી બેઠક

નવી દિલ્હી, તા.૨૯: રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગુરૂવારના રોજ લદ્દાખ પહોંચ્યા હતા. કિસાન-જવાન વિજ્ઞાન મેળાનું ઉદઘાટન કર્યા બાદ રાજનાથ સિંહે પાકિસ્તાનને બરાબરનું આડા હાથે લીધું હતું. રાજનાથ સિંહે કહ્યું કે હું પાકિસ્તાનને પૂછવા માંગું છું, કાશ્મીર કયારે તેમનું હતું કે તેને લઇ રડી રહ્યા છો. પાકિસ્તાન બની ગયું તો અમે તમારા વજૂદનું સમ્માન કરીએ છીએ. કાશ્મીર પર પાકિસ્તાનનો કોઇ હક નથી.

રાજનાથ સિંહે કહ્યું કે સચ્ચાઇ એ છે કે પીઓકે અને ગિલગિત-બલુચિસ્તાન પર પાકિસ્તાનનો ગેરકાયદે કબ્જો છે. પાકિસ્તાને પીઓકેમાં માનવાધિકારોના ઉલ્લંદ્યન અને અત્યાચાર પર ધ્યાન આપવું જોઇએ. આપણા દેશની સસંદે ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ એક સર્વસહમત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં ભારતની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દેવાઇ છે.

રાજનાથ સિંહે જે વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું તેમાં ઊંચાઇવાળા વિસ્તારોમાં ઉગાડવા માટે યોગ્ય પાક અને અનાજનું પ્રદર્શન કરાઇ રહ્યું છે. લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ રાજનાથ સિંહની આ પહેલી મુલાકાત છે.

જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને તેણે મહિનાની શરૂઆતમાં લદ્દાખને કેન્દ્ર શાસિત રાજય બનાવ્યું. કેન્દ્ર શાસિત રાજય બન્યા બાદ આ કોઇ કેન્દ્ર સરકારના મંત્રીની લદ્દાખની પહેલી મુલાકાત છે.

(3:28 pm IST)