Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

મોદી સરકારની વ્યકિત દીઠ રોજનું ૫૫ લીટર પાણી આપવાની યોજના

નલ સે જલ યોજના ૨૦૨૪માં પૂર્ણ કરવાનુ લક્ષ્ય

નવી દિલ્હી તા. ૨૯ : મોદી સરકાર ૨૦૨૪ સુધીમાં દરેક ઘરમાં વ્યકિત દીઠ ગેરેન્ટેડ લીમીટમાં પાઇપ દ્વારા પાણી પહોચાડવા તથા તેના માટેનુ ફંડ ઉપલબ્ધ કરાવવા ગંભીરતા પૂર્વક વિચારી રહી છે તેવુ આનું સાથે સંકળાયેલા સુત્રએ જણાવ્યુ હતુ.

પાણી માટેનું ફંડ, નેશનલ સેનીટેશન સ્કીમ સ્વચ્છ ભારત  અભિયાન માટેના સ્વચ્છ ભારત કોષની  જેમ ઉભુ કરવામાં આવશે. સ્વચ્છ ભારત કોષ દાન અને કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબીલીટી(સીએસઆર) દ્વારા ઉભુ કરવામાં આવેલુ છે. આજ રીતે પાણી માટેના ફંડને રાષ્ટ્રીય જળ જીવન કોષ નામ આપી શકાય છે.

ઘરેઘરમાં પાણી આપવાની નલ સે જલ યોજનાની રૂપરેખાને અધિકારીઓ અંતિમ રૂપ  આપવામાં પડ્યા છે. ત્યાર પછી  તેને મંજૂરી માટે કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. અત્યારે ૪૩- ૫૫ લીટર પર કેપીટા પર ડે  પાણી આપવાનો પ્રસ્તાવ છે. જે મોસમ આધારીત હશે.

યોજના અનુસાર પપ એલપીસીડી સામાન્ય સ્થિતીમાં પાઇપ દ્વારા ઘરમાં અથવા ઘરથી ૧૦૦ મીટરની અંદરના દાયરામાં પહોચાડવામાં આવશે.

(11:27 am IST)