Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ટ્રેનની નીચે બેઠેલા પ્રેમી પંખીડાનો રેલ મંત્રાલયે શેર કર્યો ફોટો

નવી દિલ્હી તા. ૨૯ :  આપણા દેશના લોકો પણ કયારેક - કયારેક એવુ કરી દે છે કે વિશ્વાસ મુશ્કેલ થઇ જાય છે. કેટલીક વાર તેઓ પોતાના જીવને જોખમમાં મુકી દે છે. રેલ મંત્રાલયે  એક આવી જ તસવીર ટ્વીટ કરી છે. આ તસવીર જોઇને તમે પણ માથુ ખંજવાળવા માંડશો. આ તસ્વીરમાં એક યુવક અને એક યુવતી રેલવે - ટ્રેક પર બેઠા છે. ચોંકાવનારી વાત એ છે કે માલગાડી ઉભી છે અને બન્ને માલગાડીના નીચે બેસીને એકબીજાની વાતોમાં મશગુલ છે.

આ તસવીર સાથે રેલ મત્રાલયે ટ્વીટ કરીને લોકોને ેતવણી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યુ છે કે 'આ ખતરનાક છે. દંડનીય અપરાધ છે.કૃપા કરીને કયારેય પણ કોઇ પણ માલગાડીના ડબ્બા અથવા કોચની પાસે જવાનો પ્રયત્નો ન કરો.' રેલ મંત્રાલયે કહ્યુ કે પાટા પર ઉભી રહેલી ટ્રેન કોઇ પણ ચેતવણી આપ્યા વગર ચાલી શકે છે. મંત્રાલયે સલાહ આપી છે કે લોકો યોગ્ય જગ્યાએથી જ રેલ્વે ટ્રેક પાર કર્યા કરે. (૧૭.૧)

(11:25 am IST)