Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

વર્તમાન યુગના સર્વશ્રેષ્ઠ વિચારક છે ઓશો

ઓશોને હું વાંચતો રહ્યો છું, શિક્ષણ અંગેના તેમના વિચારો પણ મેં વાંચ્યા છે અને તેના પર ચિંતન મનન કર્યુ છે. મેં જોયુ કે વર્તમાન યુગમાં સર્વશ્રેષ્ઠ ક્રાંતિકારી વિચારકરૂપે તેઓ સામે આવે છે પણ એવું નથી કે તેમણે ફકત વિચાર જ આપ્યા છે. તેમણે પોતાના વિચારોને પ્રક્રિયામાં પણ ઉતાર્યા છે અને એક એવી જગ્યાનું નિર્માણ કર્યુ છે જયાં આ પ્રક્રિયા ફાલી ફૂલી રહી છે. ઓશો કોમ્યુનનું આ મોડલ મારી સામે હતું અને તેનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાના વિચારથી હું કોમ્યુનમાં ગયો.

હું તો મારા બધા સાથીદારો, આપણી કોલેજોના પ્રોફેસરો અને બધા વાઈસ ચાન્સેલરોને કહું છું કે તેઓ અહિં આવીને બે દિવસ રહે. અહિં ફરીને બધી વસ્તુઓ જુએ સમજે અને શીખે. આ ઈકોલોજીનું સર્વશ્રેષ્ઠ મોડલ છે અને શિક્ષણનો સૌથી ઉંડો પ્રયોગ છે.

આપણી કોલેજોમાં પણ ઓશોએ શિક્ષણ પર જે કંઈ કહ્યુ છે તે આપણને માર્ગદર્શન આપતુ રહેશે. આપણે તેને આચરણમાં ચોક્કસપણે ઉતારવુ જોઈએ. તે એ વ્યકિત પ્રત્યેનું સન્માન ગણાશે જેણે મનુષ્ય જાતિને એક બૃહદ માર્ગદર્શન આપ્યુ છે.

ભારતરત્ન નાનાજી દેશમુખ (ચિંતક અને સમાજસેવક)

(11:26 am IST)