Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

એક સર્વેમાં ખુલાસો

દેશના ૫૦ ટકા પોલીસ કર્મચારીઓનું માનવુ છે કે મુસ્લિમ આપરાધિક માનસિકતા ધરાવતા હોય છે

નવી દિલ્હી, તા. ૨૯ :. દેશના દર બે પોલીસ કર્મચારીઓમાંથી એકને એવુ લાગે છે કે મુસ્લિમ ગુનાહીત પ્રવૃતિના હોય છે. હાલમાં જ આવેલા એક સર્વેક્ષણ 'સ્ટેટસ ઓફ પોલીસીંગ ઈન ઈન્ડીયા રીપોર્ટ-૨૦૧૯'માં આનો દાવો કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન ૩૫ ટકા પોલીસોએ જણાવ્યુ હતુ કે ગૌહત્યાના મામલામાં કથીત અપરાધીને દંડીત કરવાનું ભીડ માટે સ્વાભાવિક હોય છે તો ૪૩ ટકા લોકોનું માનવુ છે કે ભીડ માટે દુષ્કર્મના આરોપીને દંડીત કરવાનું સ્વાભાવિક છે.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયધિશ જે. ચેલમેશ્વર દ્વારા મંગળવારે એનજીઓ કોમન કોઝ એન્ડ સેન્ટર ઓફ ધી સ્ટડી ઓર ડેવલપીંગ સોસાયટીની કાર્યક્રમ દ્વારા ડેવલપીંગ સોસાયટીના લોકનીતિ કાર્યક્રમ દ્વારા તૈયાર સ્ટેટસ ઓફ પોલીસીંગ ઈન ઈન્ડીયા પર રીપોર્ટ જારી કર્યો હતો. ૨૧ રાજ્યોમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. ૧૨૦૦૦ પોલીસ કર્મચારીઓ અને પરિવારના લગભગ ૧૧૦૦૦ લોકોની મુલાકાત લેવામાં આવી હતી.

સર્વેમાં ૩૭ ટકા પોલીસે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે મામુલી અપરાધોને બદલે કોર્ટ રૂમ ટ્રાયલના પોલીસની પાસે કોઈ નાની સજા આપવાનો તેને કાનૂની અધિકાર મળવો જોઈએ તો ૭૨ ટકા પોલીસે પ્રભાવશાળી વ્યકિતઓ સાથે જોડાયેલ મામલામાં તપાસ દરમિયાન રાજકીય દબાણ શરૂ થયુ હતું.

સર્વે અનુસાર દેશમાં પોલીસ સરેરાશ ૧૪ કલાક કામ કરે છે. જ્યારે ૮૦ ટકા પોલીસ ૮ કલાકથી વધુ ડયુટી કરે છે.

(11:23 am IST)