Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

દેશમાં ૧૨ સપ્ટેમ્બર સુધી ચોમાસુ સક્રિય રહેશે

એમ.જે.ઓ.(મેડન જુલીયન ઓસિલેન)ની મદદથી બંગાળની ખાડીમાં એક પછી એક લોપ્રેસર બનશેઃ ભારતમાં ૧૦૦ ટકાને બદલે ૧૧૯ ટકા વરસાદ નોંધાયોઃ અલ નિનો મામલે વાઘ આવ્યો રે વાઘ એવું ચિત્ર સાબિત થયું: આજે કે કાલે, તા.૨, ૭ અને ૮ સપ્ટેમ્બર આસપાસ લોપ્રેસર બનશેઃ લો પ્રેસરની મૂવમેન્ટના આધારે ચોમાસુ અલગ- અલગ રાજયોમાં સક્રીય હોય

રાજકોટઃ  એલનિનો , લાનિનો, ઇન્ડીયન ઓસન ડાયપોલ (iod), મેડન જુલીયન ઓસીલેશન (mjo) ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પ્રભાવ પાડતા આઠ પરીબળો પૈકી મહત્વના ચાર પરિબળો છે.

એલનિનો ની અસર ને ઓછી કે દુર કરતા પરિબળોમાં iod  & mjo ની ભુમિકા ઓગસ્ટ માસ દરમ્યાન મુખ્ય રહી. ઓગસ્ટ માસ દરમ્યાન સરેરાશ ૧૦૦ ટકાને બદલે હાલ ભારત લેવલે ૧૧૯ ટકા વરસાદ નોંધાયેલ છે. હજુ પણ આ આંક ઉચો આવી શકે છે. હાલ ભારત લેવલે ચોમાસા દરમ્યાન પડેલ સરેરાશ આંક અત્યાર સુધી ૧૦૧ટકા પર છે.

mjo  શું છે..mjo એટલે મેડન જુલીયન ઓસિલેશન કહેવાય....mjo ૩૫/૪૦ દિવસ આસપાસ સમગ્ર વિશ્વ ને પરિભ્રમણ કરી ને તો કયારેક તે સમય પહેલા પણ ટુકો ટર્ન મારીને આપણા ઓસન એટલે અરબસાગર = ફેસ ૨ તેમજ બાય ઓફ બેંગાલ = ફેસ ૩માં આવતો હોય છે.હાલ mjo બાય ઓફ બેંગાલ માં છે. mjoની આપણા ઓસન માં હાજરી હોય એટલે બંગાળની ખાડીમાં ઉપરાઉપરી લો પ્રેસર બનતા હોય છે...એટલે આગામી તા.૨૮ આસપાસ તેમજ તા.૨ સપ્ટેમ્બર આસપાસ તેમજ તા.૭/૮ સપ્ટેમ્બર આસપાસ લો પ્રેસર બને તેવી શકયતા છે. mjo ની હાજરી ને કારણે આ સમય દરમ્યાન આપણું દક્ષિણ પશ્ચિમ ચોમાસું લો પ્રેસર મુવમેન્ટ ના આધારે અલગ અલગ રાજયોમાં સક્રીય રહેતું હોય છે.

ચોમાસા દરમ્યાન ગત માસ સુધી એલનિનો સક્રીય હતો.એલનિનો ને હિસાબે ભારતનું ચોમાસું નબળું રહેતું હોય છે.એવુ માનવામાં આવે છે.હવે એલનિનો ક્રમશઃ નબળો પડી જશે એન્શો તટસ્થ  રહેશે.હાલ એવુ આંકલન કરી શકાય કે એલનિનો એક પરિબળ થી આપણું દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારત લેવલે નબળુ રહેતુ નથી.

હાલ એલનિનો બાબતે માત્ર ને માત્ર વાધ આવ્યો રે વાધ એવું ચિત્ર સામે આવ્યું છે.

એલનિનો ની ગંભીર અસર ને ખાળવા સમયાંન્તરે મજબુત કે નબળની mjoં ની હાજરી તેમજ i.o.d (ઇન્ડીયન ઓસન ડાયપોલ)પોઝીટીવ હોય, આમ બંને પરિબળો સક્રીય રહે એટલે ભારતના ચોમાસા પર એલનિનો અસર ખાસ વર્તાતી નથી....હાલ mjo બંગાળની ખાડી એટલે ફેસ =૩ માં સક્રીય છે.. તેમજ iod પણ પોઝીટીવ છે.એટલે આગામી દિવસો માં બંગાળની ખાડીમા ચાર પાંચ  દિવસ ના અંતરે એક પછી એક લો પ્રેસર થયા રાખશે.. Mjo ની ગેરહાજરી બાદ પણ બંગાળની ખાડી માં લો પ્રેસર થતા હોય છે. Mjo ફેસ ૪ એટલે પેસિફિક મહાસાગર માં હોય ત્યારે પેસિફીક મહાસાગર માં વાવાજોડા વધુ બનતા હોય છે. કયારેક કયારેક તે વાવાઝોડા નબળા પડી ને સરકયુલેસન સ્વરૂપ કે તેના પલ્સ બંગાળી ની ખાડીમાં આવતા હોય છે. પેસિફીક મહાસાગરની સહાનુભુતિ થી બંગાળની ખાડી માં લો પ્રસર થતા હોય છે. ટુંકમાં mjo ની હાજરી થી ભારત લેવલે તા.૧૨ સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે.(૩૦.૩)

(11:20 am IST)