Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

બોડી ફિટ તો માઇન્ડ હિટઃ ઝીરો ઇન્વેસ્ટમેન્ટઃ ૧૦૦% રીટર્ન

વડાપ્રધાન મોદીએ 'ફીટ ઇન્ડીયા અભિયાન'નો કરાવ્યો પ્રારંભઃ ફિટનેસને જનઆંદોલન બનાવવા અપીલ : વડાપ્રધાને નિરોગી રહેવા માટે ફિટ રહેવાના ફાયદા ગણાવ્યાઃ ફિટનેસ પ્રત્યે છવાયેલી ઉદાસીનતા ખંખેરવાની જરૂર

નવી દિલ્હી, તા.૨૯:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે દિલ્હી ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે આ એક નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. જેમાં શિલ્પા શેટ્ટી, પી.વી. સિંધુ સહિતના સેલિબ્રિટીઝ પણ હાજર રહ્યા છે.

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં પીએમ મોદીએઙ્ગ ફિટ ઈન્ડિયાની શરૂઆત કરાવી. તેઓએ જણાવ્યું કે રોજ ફિટ કેવી રીતે રહેવું. સાથે જ જયાં કામ કરીએ છીએ ત્યાં ફિટ રહેવાનો ઉદ્દેશ રાખવો. કાર્યક્રમના સ્થળે દેશવિદેશના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઙ્ગઆપણે સ્વાર્થથી સ્વાસ્થ્ય તરફ વળવાનું છે.ઙ્ગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા કેમ્પેઇનની શરૂઆત કરતાં લોકો પાસેથી તેને જન આંદોલન બનાવાનો આગ્રહ કર્યો. પીએમ એ એમ પણ કહ્યું કે અચાનક આ અભિયાનની જરૂર કેમ પડી. તેમણે ઉદાહરરણ આપતા કહ્યું કે કેવી રીતે ધીમે-ધીમે આપણે આપણા ફિટનેસ પ્રત્યે ઉદાસીન થઇ રહ્યા છીએ. પીએમ એ ફિટનેસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરનારા લોકો પર કટાક્ષ કરતાં કહ્યું કે આજકાલ આપણે ચાલીએ ઓછું અને ગણીએ વધાર છીએ.

પીએમએ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે આજે આપણે ટેકનોલોજીના ભરોસે જીવવા લાગ્યા છીએ. તેમણે કહ્યું કે ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ રહ્યો છે. તેમણે કહ્યું કે એ પણ સાચું છે કે સમયની સાથે ફિટનેસને લઇ અમારા સમાજમાં એક ઉદાસીનાત આવી ગઇ છે. તેમણે કહ્યું કે ફિટનેસને એક ઉત્સવ તરીકે જોઇ સ્થાપિત કરો.

પીએમ એ ટેકનોલોજીના ભરોસે રહેનારા લોકો પર કટાક્ષ કરતાં કહ્યું કે ટેકનોલોજીએ આપણી એવી હાલત કરી દીધી છે કે આપણે ચાલીએ ઓછું અને ગણી વધારે છીએ. ટેકનોલોજી આપણને ગણીને બતાવે છે કે આજે તમે આટલા સ્ટેપ ચાલ્યા છીએ. મોબાઇલ પર પગલાં ગણી રહ્યા છીએ. કેટલાંક લોકો ડેઇલી લાઇફમાં એટલા વ્યસ્ત છે કે ફિટનેસ પર ધ્યાન જ આપતા નથી અને ભરપૂર ખાતા ડાયટિંગ પર ચર્ચા ખૂબ કરીએ છીએ.ઙ્ગ

કેટલાંક લોકો મોબાઇલ પર ફિટનેસવાળી એપ ડાઉનલોડ કરવામાં સૌથી આગળ હોય છે પરંતુ થોડાંક દિવસ બાદ જોતા પણ નથી. તેમણે કહ્યું કે કેટલાંક લોકો ફિટનેસ માટે દ્યરમાં એક મોટું જીમ રાખે છે પરંતુ તેની સફાઇ માટે એક નોકર પણ રાખે છે કારણ કે તેઓ કયારેય જાતે સાફ કરતાં નથી. બાદમાં પછી તેઓ ભૂલી પણ જાય છે. એટલે કે ઢાક કે તીન પાત.

પીએમ એ કહ્યું કે સમય કેવી રીતે બદલાયો તેનું એક ઉદાહરણ આપું છું. થોડાંક દાયકા પહેલાં સુધી એક સામાન્ય વ્યકિત એક દિવસમાં ૮-૧૦ કિલોમીટર ચાલી લેતો હતો. જીવનમાં  શારીરિક ગતિવિધિ સહન થતી હતી. પરંતુ ટેકનોલોજી બદલાઇ, આધુનિક સાધનો આવ્યા અને આપણે ચાલવાની મહેનત ઓછી થઇ ગઇ.

પીએમે કહ્યું કે આજે દેશમાં જીવનશૈલી સાથે જોડાયેલી બીમારીઓ જેવી કે ડાયાબીટીસ, હાઇ બીપી વધી રહ્યા છે. આ બીમારીઓ જીવનશૈલીમાં ગડબડીના લીધે થઇ રહી છે. તેને ઠીક કરી આપણે આ બીમારીઓને ઠીક પણ કરી શકીએ છીએ. કેટલીય એવી બીમારીઓ છે જેને આપણે નાના ફેરફાર કરીને દૂર કરી શકીએ છીએ. આવા બદલાવોનું નામ જ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ છે. તેમણે કહ્યું કે આ બદલાવ માત્ર ભારતમાં જ નહીં આખા વિશ્વમાં આવી રહ્યો છે.

(3:28 pm IST)