Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

પાક. રેલ મંત્રીનો દાવોઃ ઓકટોબર કે ત્યારબાદ ભારત સાથે યુદ્ઘ થશે

પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે

ઇસ્લામાબાદ, તા.૨૯: પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના એક મંત્રીએ દાવો કર્યો છે કે ભારત સાથે તેમનું યુદ્ઘ થશે. મંત્રીએ ત્યાંથી ન રોકાયા, તેઓએ ત્યાં સુધી જણાવી દીધું કે યુદ્ઘ કયારે શરૂ થશે.

પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદએ ભવિષ્યવાણી કરી છે કે પાકિસ્તાન અને ભારતની વચ્ચે એક પૂર્ણ યુદ્ઘ થશે. તેમનો દાવો છે કે આ યુદ્ઘ ઓકટોબર કે ત્યારબાદ થશે.

ઈસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજિત એક સેમિનારમાં કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ કહ્યું હતું કે, ભારતે કાશ્મીરથી ગેરકાયદેસર રીતે આર્ટિકલ ૩૭૦ હટાવીને ત્યાં તણાવ ઊભો કરી દીધો છે. એવામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ઘ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.

કુરૈશીએ એમ પણ કહ્યું હતું કે તેઓ આવતા મહિને આ મુદ્દે સંયુકત મહાસભામાં પણ ઉઠાવશે. નોંધનીય છે કે અત્યાર સુધી પાકિસ્તાનને આર્ટિકલ ૩૭૦ના મુદ્દે દરેક સ્થળેથી જાકારો મળ્યો છે. ત્યાં સુધી કે અમેરિકાએ પણ આ મુદ્દે ભારતનો સાથ આપ્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક મહિનામાં બીજી વાર સઉદી અરબના વલી અહદ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર કાશ્મીર મુદ્દે વાત કરી. મીડિયામાં આવેલા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી.

ધ ન્યૂઝ ઇન્ટરનેશનલના અહેવાલ મુજબ, ખાને સોમવારે વલી અહદ સાથે વાત કરી અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લેવા તથા તેના બે કેન્દ્રશાસિત ક્ષેત્રોમાં વિભાજીત કરવાના ભારતના પગલાં બાદ ઘાટીમાં ઊભી થયેલી સ્થિતિ વિશે માહિતગાર કર્યા.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી પાકિસ્તાન સતત રદ્યવાયું થયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ ધમકી આપતાં કહ્યું હતું કે પાકિસ્તાન યુદ્ઘ માટે તૈયાર છે.(૨૩.૨)

(10:04 am IST)