Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ભારતને અંતિમ યુદ્ધની ધમકી આપનાર ઇમરાનખાનના સચિવાલય પાસે વીજળીનું બિલ ચૂકવવાના નાણાં નથી

ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીને વડા પ્રધાન સચિવાલયને ડિસ્કનેક્શનની નોટિસ ફટકારી

નવી દિલ્હી ;કંગાલિયતની કગાર પર રહેલ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 37૦ હટાવ્યા પછી ભારતને અંતિમ  યુદ્ધની ધમકી આપી રહ્યું છે, પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાનનાં સચિવાલય પાસે વીજળીનું બિલ ચૂકવવાના નાણાં પણ નથી  દેવાળીયાના આરે આવેલા પાકિસ્તાનની આર્થિક દુર્દશા ખૂબ ગંભીર બની છે અને તેના કારણે બિલ નહીં ભરવાને કારણે પાકિસ્તાની વડા પ્રધાન સચિવાલયની વિજળી કપાઈ શકે છે

કાશ્મીર બાબતે ભારત સાથેના 'અંતિમ યુદ્ધ'ની ધમકી આપવામાં વ્યસ્ત પાકિસ્તાની સરકાર પાસે કદાચ પોતાનું સચિવાલયનું બિલ ચૂકવવા માટે પૈસા નથી. આ કારણોસર, ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપનીને વડા પ્રધાન સચિવાલયને ડિસ્કનેક્શનની નોટિસ મોકલવાની ફરજ પડી છે.

એક્સપ્રેસ ન્યૂઝ' ના અહેવાલ મુજબ વડા પ્રધાન સચિવાલયનો ઇસ્લામાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપની પાસે 41 લાખ 13 હજાર 992 રૂપિયાનું બિલ બાકી છે. છેલ્લા મહિનાનું બિલ 35 લાખથી વધુનું છે, જ્યારે અગાઉના પાંચ લાખ 58 હજાર જેટલા બાકી બાકી છે.

(8:48 am IST)