Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

ઉત્તરપ્રદેશમાં ધમકી આપવાનો આરોપ લગાવનાર વિદ્યાર્થીનીના અપહરણના આરોપમાં બીજેપી નેતા પર કેસ દાખલ

         શાહજહાંપુર (ઉત્તરપ્રદેશ) ની કોલેજની એલએલએમની વિદ્યાર્થીની લાપતા થયા પછી કોલેજના નિર્દેશક અને બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદ સામે અપહરણના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

         વિદ્યાર્થીનીએ વિડીયો જારી કરી ચિન્મયાનંદ પર ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરવા અને એને જાનથી મારવાની ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો હતો.

         વિદ્યાર્થીનીએ પી.એમ. મોદી અને સી.એમ. યોગીની મદદ માંગી હતી.

(12:00 am IST)