Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

INX મીડિયા કૌભાંડ કેસમાં સીબીઆઈ પાંચ પૂર્વ ઓફિસરો સામે ચાર્જશીટ કરશે ફાઈલ :ચિદમ્બરમ આરોપી નંબર વન રહેશે

નવી દિલ્હી : આઈ એન એક્સ મીડીયા કૌભાંડ કેસમાં cbi પાંચ ભૂતપૂર્વ ટોચના ઓફિસરો સામે ચાર્જશીટ ફાઇલ કરશે તેવી પૂરી સંભાવના છે.

 મળતી વિગતો મુજબ બે રિટાયર્ડ અને એક હાલમાં કાર્યરત આઇએએસ ઓફિસર છે.

 આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે તેમાંના એક યુપી કેડરના છે, એક કર્ણાટક કેડરના છે અને એક હિમાચલ પ્રદેશ કેડરના છે. આ ઉપરાંત એક ઓફિસર ભૂતપૂર્વ અંડર સેક્રેટરી પણ હોવાનું બહાર આવ્યું છે.

 ચાર્જશીટમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ નંબર-વન આરોપી તરીકે રહેશે તેવું પણ જાણવા મળે છે.

(12:00 am IST)