Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કેનેડામાં OTMH ના લાભાર્થે ર૦ સપ્ટે. ર૦૧૯ ના રોજ યોજાનારો ભવ્ય ''દિવાલી ગાલા પ્રોગ્રામ '' : ઓકવિલે દિવાલી કમિટીના ઉપક્રમે યોજાનારા પ્રોગ્રામમાં લાઇટ, કેમેરા, ઓકશન, કોકટેલ તથા ડાન્સ અને ડિનર સાથે મદમસ્ત મનોરંજનની મહેફીલ જામશેઃ પ્રોગ્રામ થકી થનારી આવક હોસ્પિટલમાં અદ્યતન સાધનો વસાવવા તથા સુવિધાઓ વધારવા માટે વપરાશે

     ઓકવિલે : કેનેડામાં  ઓકવિલે ટ્રાફાલ્ગર મેમોરીયલ હોસ્પિટલ (OTMH) ના લાભાર્થે આગામી ર૦ સપ્ટે. ર૦૧૯ ના રોજ છઠ્ઠો વાર્ષિક દિવાલી ગાલા પ્રોગ્રામ યોજાશે.

લેકશોર કન્વેન્શન સેન્ટર, ૮૦૬પ સાઉથ ડાઉન રોડ, મિસ્સીસોગા ખાતે ઓકવિલે દિવાલી કમિટીના ઉપક્રમે યોજાનારા પ્રેાગ્રામનો સમય સાંજે ૬-૩૦ થી રાત્રિના ૧ર વાગ્યા સુધીનો રહેશે. જેમાં ૪૦૦ ઉપરાંત મહેમાનો લાઇટ, કેમેરા, ઓકશન, સહિત મનોરંજનનો આનંદ માણશે.

આ વર્ષના આ પ્રોગ્રામ થડી થનારી આવક હોસ્પિટલમાં સુવિધાઓ ઉમેરવા માટે વપરાશે. જેમાં સર્જીકલ પ્રોગ્રામ માટેના અદ્યતન સાધનો, તથા અદ્યતન પદ્ધતિ સાથેની વિશેષ આરોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

રેડ કાર્પેટ ગાલા પ્રોગ્રામમાં મદમસ્ત મનોરંજન, સાઇલન્ટ ઓકશન, લાઇવ ઓકશન, ફૂડ, ઓપન બાર સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન હોસ્પિટલ માટે લાખો ડોલરના ફંડ રાઇઝીંગ સાથે આ વર્ષે  યોજાનારા ૬ ઠ્ઠા વાર્ષિક ગાલા ડીનર પ્રોગ્રામમાં બોલીવુડ મીટસ તથા હોલિવુડ સ્ટાઇલ ઇવનીંગમાં ઓપન બારમાં  કોકટેલનો આનંદ માણવાની તક મળશે. ટેસ્ટી એપેરાઇઝર ઉપરાંત ઈન્ડિયન ફેમીલી સ્ટાઇલ ડીનર સાથે કેનેડાની સુપ્રસિદ્ધ બ્રોકન ડાન્સ કંપની સાથે ડાન્સની મહેફીલનો આનંદ માણી શકાશે. સુંદર ગીફટ મેળવવા કોઝ વીધીન એ કોઝમાં સામેલ થઇ ઓકશનમાં જોડાવવા અપીલ કરાઇ છે. તથા  ઇજાગ્રસ્ત અને ઘાયલ લોકોને  મદદરૂપ થવામાં નિમિત બનવા અનુરોધ કરાયો છે. ડાન્સની મોજ માણવા ડાન્સીંગ સ્લિપર સાથે લાવવા ઓકવિલે દિવાલી પ્રોગ્રામ ચેર સુશ્રી રેખા શર્માએ ખાસ યાદી આપી છે.

વ્યકિતગત ટિકીટના દર રપ૦ ડોલર, ટેબલ રપ૦૦ ડોલર, તથા કોર્પોરેટ ટેબલના દર ૩પ૦૦ ડોલર રાખવામાં આવ્યા છે. જે માટે https://ohf.alaraosom.com/ui/DIWALI2019/ tickets  દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

પ્રોગ્રામને  સહકાર આપવા બદલ CPS  ફલોરીંગ, CN,SIGMA ગ્રૃપ  તથા MUKTA એડવર્ટાઇઝીંગનો આભાર માનવામાં આવ્યો છે.

વિશેષ માહિતી માટે Suzanne Hallsworth ઓકવિલે હોસ્પિટલ ફાઉન્ડેશનનો કોન્ટેકટ નં. (905) 845-2571 Ext. 6250  દ્વારા અથવા shallsworth@ haltonhealthcare.on, ca નો સંપર્ક સાધવા તથા મિડીયા અને માર્કેટીંગ માહિતી માટે શ્રી તુષાર ઉનડકટનો મુકતા એડવર્ટાઇઝીંગ ખાતે કોન્ટેક નંબરઃ (416) 716-8582 દ્વારા અથવા ઇમેલ infor@m-a.ca  દ્વારા તેમજ પ્રોગ્રામની વેબસાઇટ માટે www.DakvilleDiwali.com દ્વારા સંપર્ક સાધવા શ્રી તુષાર ઉનડકટની યાદીમાં જણાવાયું છે.

(10:00 pm IST)