Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્રને EDની નોટિસ: સ્ટર્લિંગ બાયોટેક કેસમાં સમન્સ

અહેમદ પટેલના પુત્ર ફૈઝલની ત્રીજીવાર પૂછપરછ થશે :જમાઈ ઇરફાન સીદીકીની પણ પૂછપરછ થઇ હતી

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સભ્ય અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલને ઈડીએ સ્ટર્લીંગ બાયોટેક મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવેલ છે.

પ્રવર્તન નિર્દેશાલય (ED)એ વરિષ્ઠ કોંગ્રેસના નેતા અહેમદ પટેલનાં પુત્ર ફૈસલ પટેલને નોટિસ મોકલી છે. આ નોટિસ સ્ટર્લિંગ બાયોટેક કેસ સાથે જોડાયેલાં મામલે મોકલવામાં આવી છે. સ્ટર્લિંગ બાયોટેક કેસ મામલામાં ફૈસલ પટેલનું નિવેદન નોંધવામાં આવશે. જેને કારણે તેને નોટિસ મોકલવામાં આવી છે.

     આ મામલામાં ફૈસલ સાથે ત્રીજીવાર પુછપરછ કરવામાં આવશે. પ્રવર્તન નિર્દેશાયલે સ્ટર્લિંગ બાયોટેક કેસ સાથે જોડાયેલાં મામલામાં અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાઓ ઉપર છાપેમારી કરી છે. અને હજારો કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

    સ્ટર્લિંગ બાયોટેક ગુજરાતની એક ફાર્મા કંપની છે, જેની ઉપર આંધ્રા બેંકમાં ગોટાળાનો આરોપ છે. ગયા મહિને આ મામલે જ અહેમદ પટેલનાં જમાઈ ઈરફાન સિદ્દીકી સાથે પણ ઈડીએ પુછપરછ કરી હતી

નવી દિલ્હીનાં ઈડી કાર્યાલયમાં વડોદરા સ્થિત કંપનીના માલિકો અને પ્રમોટર્સ સાંદેસરા બ્રધર્સની સાથે પોતાના કથિત સંબંધો વિશે જણાવ્યા બાદ સિદ્દીકીનું નિવેદન પીએમએલએ હેઠળ નોંધવામાં આવ્યુ હતુ. આ મામલે ઘણા મોટા લોકોના તાર જોડાયા હોવાની આશંકા છે.

(12:00 am IST)