Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ મહિનામાં 50 હજાર યુવાનોને સરકારી નોકરીઓ અપાશે :રાજ્યપાલ સત્યપાલ મલિકની જાહેરાત

ઇન્ટરનેટ પાકિસ્તાનીઓને વધુ કામ આવતું હોવાથી બંધ ;મોટાભાગની લેન્ડલાઈન ચાલુ

શ્રીનગર ;જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે,આગામી ત્રણ મહિનામાં 50 હજાર યુવાનોને સરકારી નોકરીઓ અપાશે તેઓએ કહ્યું કે અમે તમામ વિભાગોમાં જોયુ. આ સમયે અમારી પાસે પદ ખાલી છે. આ સરકારી નોકરીઓ અગામી 3-4 મહિનામાં યુવાનોને આપવામાં આવશે. આ સિવાય લાખો યુવાનોની સુરક્ષાદળમાં ભરતી કરવામાં આવશે.

   રાજ્યપાલ સત્યપાલ મલિકે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જમ્મુ કાશ્મીરના વિકાસ સાથે જોડાયેલી ઘણી વાતો કરી.હતી  સત્યપાલ મલિકે કહ્યું કે, તમામ અસુવિધા થોડા સમય માટે જ છે. પ્રતિબંધ લગાવ્યા બાદથી અમે કોઈ સિવિલિયન કેજ્યુઅલ્ટી નથી થવા દીધી, આ મોટી પ્રાથમિકતા છે. 40 હજાર લોકો ક્રોસ બોર્ડર આતંકવાદમાં મર્યા.હતા
   ઈન્ટરનેટ બંધ રહેવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ઈન્ટરનેટ આપણા કરતા વધારે પાકિસ્તાનીઓને કામ આવે છે. તેથી, તે બંધ કરવામાં આવ્યું છે. મલિકે જણાવ્યું કે, લેન્ડલાઈન મોટાભાગની જગ્યા પર ખુલી ગયા છે, કેટલીક જગ્યાઓ પર મોબાઈલના ઉપયોગને પણ અમે ખોલી રહ્યા છીએ. પરંતુ, ઈન્ટરનેટમાં ટાઈમ લાગશે. જમ્મુના 6 જીલ્લામાં મોબાઈલ ખુલી ચુક્યા છે. આજથી જમ્મુના 10 જીલ્લામાં મોબાઈલ ખુલી ગયા છે.
સ્કૂલો વિશે સત્યપાલ મલિકે કહ્યું કે, રાજ્યમાં 3000 પ્રાઈમરી સ્કૂલ ખોલવામાં આવી છે. 1000 મિડલ સ્કૂલ ખોલવામાં આવ્યા છે. કેટલીક જગ્યા પર તમામ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તો કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે

(12:00 am IST)