Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં ઇવનિંગ વોક માટે નીકળેલા શીખ સજ્જનની ધોળે દિવસે હત્યા : 64 વર્ષીય પરંજીત સિંઘ ઉપર હુમલો કરી નાસી છૂટેલા અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલુ

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં ઇવનિંગ વોક માટે નીકળેલા  શીખ સજ્જનની ધોળે દિવસે હત્યા થઇ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.રવિવારે બનેલી ઘટનાની પ્રાપ્ત વિગતો  મુજબ  64 વર્ષીય પરંજીત સિંઘ ટ્રેસીમાં આવેલા ગ્રેચેન ટેલી પાર્કમાં ઇવનિંગ વોક માટે નીકળ્યા હતા.ત્યારે તેના ઉપર અજાણ્યા શખ્શે હુમલો કર્યો હતો પરિણામે ગંભીર રીતે ઘવાયેલા સિંઘનું કરૂણ મોત નીપજ્યું હતું

 હુમલો કરી નાસી છૂટેલા અજાણ્યા વ્યક્તિની શોધખોળ ચાલુ છે

(1:03 pm IST)